આજથી રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહી શકશે બજારો અને શોપિંગ મૉલ્સ

02 May, 2019 12:00 PM IST  |  અમદાવાદ

આજથી રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહી શકશે બજારો અને શોપિંગ મૉલ્સ

રાજ્યમાં બજારો રહેશે 24 કલાક ખુલ્લી

રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

સ્થાપના દિવસ પર કરવામાં આવી હતી જાહેરાત
પહેલી મેના દિવસે નાણાંમંત્રી નીતિન પટેલે ઔપચારિક રીતે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. જેનો આજથી અમલ શરૂ થઈ જશે. રાજ્યભરની દુકાનો, મૉલ્સ, પાથરણાં બજારો, દુકાનો, પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે.

આ પણ વાંચોઃ દિવાળી સુધીમાં તૈયાર થઈ જશે લૉ ગાર્ડનની ખાઉ ગલી

રોજગારીમાં થશે વધારો
રાજ્યમાં મતદાન પુરું થયા બાદ ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપી હતી. જે બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે નવા કાયદાથી રોજગારીની તકોમાં વધારો થશે.

ahmedabad gujarat