દિવાળી સુધીમાં તૈયાર થઈ જશે લૉ ગાર્ડનની ખાઉ ગલી

Updated: May 02, 2019, 11:25 IST | અમદાવાદ

અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે દિવાળી સુધીમાં તમારી ફેવરિટ લૉ ગાર્ડનની ખાઉ ગલી શરૂ ખઈ જશે.

આવી હશે અમદાવાદની ખાઉ ગલી(તસવીર સૌજન્યઃ જનક દવે ટ્વિટ્ટર)
આવી હશે અમદાવાદની ખાઉ ગલી(તસવીર સૌજન્યઃ જનક દવે ટ્વિટ્ટર)

જો તમે લૉ ગાર્ડનની ખાઉ ગલીને મિસ કરી રહ્યા હોવ તો તમારે વધુ રાહ નહીં જોવી પડે. આ દિવાળી સુધીમાં લૉ ગાર્ડનની ખાઉ ગલી નવા અંદાજમાં તૈયાર થઈ જશે, અને તે પણ સ્માર્ટ અવતારમાં.

NEW LAW GARDEN(તસવીર સૌજન્યઃ જનક દવે ટ્વિટ્ટર)

AMC કમિશ્નર વિજય નહેરાએ ટ્વીટ કરીને લૉ ગાર્ડનની નવી 'સ્માર્ટ' ખાઉ ગલીનો પ્લાન શેર કર્યો છે. લૉ ગાર્ડનની આર્ટિસ્ટ ઈમ્પ્રેશન શેર કરી છે. જેમાં જોવા મળે છે કે લૉ ગાર્ડનની ખાઉ ગલી કેવી દેખાશે.


આવી હશે નવી 'સ્માર્ટ' ખાઉ ગલી
નવી ખાઉ ગલીમાં ફૂડ ટ્રક હશે. જૂની ખાઉ ગલીની જેમ અવનવી ચટાકેદાર વાનગીઓ હશે. સાથે જ આ ખાઉ ગલીમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારમાં ચાલવા માટે અને સાયકલ લઈને ફરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.

NEW LAW GARDEN

(તસવીર સૌજન્યઃ જનક દવે ટ્વિટ્ટર)

ખાઉ ગલી પર ફર્યું હતું બુલડોઝર
લૉ- ગાર્ડનમાં આવેલી ખાઉ ગલી પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને ગેરકાયદે દબાણો હટાવવા માટે ગયા વર્ષે AMCએ બુલડોઝર ફેરવી દીધું હતું. સાંજથી શરૂ થઈ જતી ખાઉ ગલીના કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થતી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ: શાળાએ જવા બાળકોએ કેમિકલવાળા પાણીમાંથી પસાર થવું પડે છે!Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK