ગુજરાતમાં અગ્નિવર્ષા : અમદાવાદ સહિત રાજ્યભરમાં 43 ડિગ્રી તાપમાન

04 April, 2019 07:41 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાં અગ્નિવર્ષા : અમદાવાદ સહિત રાજ્યભરમાં 43 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં હિટ વેવ

ગુજરાતમાં દિવસને દિવસી ગરમી વધી રહી છે. રાજ્યના 11 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી થયું નોંધાયું હતું. તેમજ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઇપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં ગરમીમાં વધારો થશે. ખાસ કરીને અમદાવાદ, અને સુરેન્દ્રનગર, અમરેલી જેવા કેટલાંક શહરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.


આ પણ જુઓ : 'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો


રાજકોટમાં ઓરેન્જ એલર્ટ
રાજકોટમાં ગુરૂવારે તાપમાનનો પારો 42 ડીગ્રીએ પહોંચતા શહેરના મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે અને સાવચેતીનાં પગલા લેવડાવ્યા છે. આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે તાપમાન 44 ડીગ્રીએ પહોંચતા શહેરની ઓફીસોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા લોકોને ટાઢો છાંયો મળે તે માટે બગીચાઓ બપોરે ખુલ્લા રાખવા. આરોગ્ય કેન્દ્રોમાં ORSનાં પેકેટો તૈયાર રાખવા સહિતનાં પગલા લેવાઇ રહ્યા છે. આ અંગે કમિશ્નરએ વિસ્તૃત વિગતો આપતાં જણાવેલ કે, હિટવેવ (ગરમીનું મોજું), એ અતિશય ઉષ્ણ આબોહવાનો સમયગાળો છે. આઇએમડી (ભારતીય હવામાન વિભાગ) મુજબ જયારે હવાનું તાપમાન સદા પ્રદેશોમાં ઓછામાં ઓછું 40 સે. (104 ફે.) થાય અને પર્વવીય પ્રદેશોમાં 30 સે., (86 ફે.) થી વધારે ત્યારે ગરમીનું મોજું (હિટવેવ) ગણાય છે.

ahmedabad gujarat