ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું અવસાન, 12 કરોડની સંપત્તિ મુકીને ગયા

09 May, 2020 02:51 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું અવસાન, 12 કરોડની સંપત્તિ મુકીને ગયા

શિવાલક્ષ્મીનું 95 વર્ષની વયે અવસાન થયું છે

મહાત્મા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું શુક્રવારે 95 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે સુરતની ગ્લોબલ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના કોઈ સંતાન ન હોવાથી નજીકના 15 સગા-સંબંધોની હાજરીમાં શુક્રવારે સવારે ઉમરા સ્મશાનભૂમિ ખાતે અંતિમવિધી કરાઈ હતી. તેઓ છેલ્લા સાત વર્ષથી સુરતમાં રહેતા હતા. અંતિમવિધિ પહેલા તેમનો મૃતદેહ ભીમરાડ ગામમાં અંતિમ દર્શન માટે રાકવામાં આવ્યો હતો. તેઓ ભીરાડના એક આશ્રમમાં રહેતા હતા. શિવાલક્ષ્મી મહાત્માગાંધીના પૌત્ર કનુભાઈ ગાંધીના પત્ની હતા.

શિવાલક્ષ્મી થોડાક સમય પહેલા આશ્રમમાં પોતાના રૂમમાં પડી ગયા હતા. તેમજ તેઓ પહેલેથી બિમાર જ હતા. પડી જવાને લીધે જખમી થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા.

શિવાલક્ષ્મી પોતાની પાછળ 12 કરોડ રૂપિયાની સંપત્તિ મુકીને ગયા છે. આ સંપત્તિ તેમણે પોતે બનાવેલા ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોના અભ્યાસમાં વાપરવામાં આવશે. તેમણે ગરીબ પરંતુ હોંશિયાર વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ એક્સેલન્સી સેન્ટર ચાલવાવનું નક્કી કર્યું હતું. તેમને બાળકો નથી. તેમજ પિયરપક્ષનું ભારતમાં કોઈ નથી. એક ભાઈ છે જે અમેરિકામાં રહે છે. પિતરાઈ ભત્રીજાના દિકરાઓ પણ અલગ-અલગ દેશ અને શહેરોમાં રહે છે. એટલે અંતિમસંસ્કારમાં કોઈ નજીકનું નહોતુ. ફક્ત 15 જણની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવમાં આવ્યા હતા.

શિવાલક્ષ્મી મહાત્મા ગાંધીના પૌત્ર કનુભાઈ ગાંધીના પત્ની હતા. કનુભાઈ મહાત્મા ગાંધીના ત્રીજા પુત્ર રામદાસના પુત્ર હતા. રામદાસ ગાંધીના ત્રણ બાળકોમાં કનુભાઈ સિવાય બે દીકરીઓ સુમિત્રા અને ઉષા પણ છે. શિવાલક્ષ્મી કનુભાઈ સાથે 2013માં વિદેશથી ભારત આવ્યા હતા. શરૂઆતમાં તેઓ દિલ્હી અને બેન્ગલોરમાં રહ્યાં હતા. મરૌલીના આશ્રમમાં થોડાક દિવસ રહ્યાં પછી તેઓ 2014માં ગુજરાત આવી ગયા હતા. ત્યારબાદ બન્ને જણા સુરતના ભારતી મૈયા આનંદધામ વૃધ્ધાશ્રમમાં રહેતા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિક હતા અને 2014માં તેમનું મૃત્યુ થયું હતું. કનુભાઈની ચિતાની મુખાગ્નિ શિવાલક્ષ્મીએ જ આપી હતી.

gujarat surat mahatma gandhi