૩૬ ફુટનું ૩૬ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ, સતત ચોથી વાર લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં સ્થાન

26 February, 2025 05:50 PM IST  |  Valsad | Gujarati Mid-day Correspondent

આ ઉત્સવ નિ‌મિત્તે છેલ્લા આઠ દિવસથી રોજ સવારે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ અને બપોરે ત્રણથી ૬ બટુકભાઈ વ્યાસના મુખે શિવકથા થતી આવી છે. આજે આ કથા અને મહોત્સવનો છેલ્લો દિવસ છે

૩૬ ફુટનું ૩૬ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ

વલસાડથી ધરમપુર જતાં વચ્ચે આવતા વાંકલ ગામમાં ‘મહાશિવરાત્રિ રુદ્રાક્ષ મહોત્સવ’ ચાલી રહ્યો છે. આ મહોત્સવ નિમિત્તે અહીં ૩૬ લાખ રુદ્રાક્ષની ગોઠવણી કરીને શિવલિંગનું નિર્માણ થયું છે. આ ઉત્સવ નિ‌મિત્તે છેલ્લા આઠ દિવસથી રોજ સવારે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ અને બપોરે ત્રણથી ૬ બટુકભાઈ વ્યાસના મુખે શિવકથા થતી આવી છે. આજે આ કથા અને મહોત્સવનો છેલ્લો દિવસ છે. શિવકથાકાર બટુકભાઈ વ્યાસની પ્રેરણાથી આ શિવલિંગ બન્યું છે અને છેલ્લાં ચાર વર્ષથી દર વર્ષે ઉત્તરોત્તર સૌથી મોટા રુદ્રાક્ષના શિવલિંગનો લિમ્કા બુક ઑફ રેકૉર્ડ બનાવે છે. 
ભારત સરકાર દ્વારા રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવાની આ પદ્ધતિને બટુકભાઈ વ્યાસ (જમણે)ના નામે પેટન્ટ તરીકે નોંધવામાં આવી છે.

valsad mahashivratri religion limca book of records gujarat gujarat news hinduism news