‘મહા’ વાવાઝોડને લઇને ગુજરાતમાં આંશિત રાહત, 80 કિમીની ગતી સાથે ટકરાશે

05 November, 2019 11:25 AM IST  |  Ahmedabad

‘મહા’ વાવાઝોડને લઇને ગુજરાતમાં આંશિત રાહત, 80 કિમીની ગતી સાથે ટકરાશે

'મહા' વાવાઝોડુ

અત્યારે ગુજરાતમાં મહાવાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહા વાવાઝોડુ 220 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે હાલ પોરબંદરથી 650 કિમી દુર છે. ગુજરાત હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહા વાવાઝોડાની ગતીમાં ઘટાડો થઇ શકે છે અને તે 7 નવેમ્બરે 80-90 ની ઝડપે પોરબંરદ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ટકરાશે.

ગુજરાતના આ શહેરોમાં વરસાદની સંભાવના
મહાવાવાઝોડાના કારણે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ, વલસાડ, પોરબંદર, ગીર-સોમનાથ, દ્વારકા સહિતના શહેરોમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. જોકે મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી ભારે વરસાદ પડી ચુક્યો છે.


ગુજરાતની 30 અને અન્ય રાજ્યના 15 NDRF ટીમ તૈયાર
વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર રાજ્યમાં 15 બીજા રાજ્યોની NDRFની ટીમ સાથે ટોટલ 30 NDRFની ટીમ તૈયાર છે. મહત્વનું છે કે, માછીમારી કરવા ગયેલી 12600 બોટમાંથી 12000 જેટલી બોટ પરત આવી છે. જ્યારે બાકી રહેલી બોટ આજે રાત સુધીમાં પરત આવશે.


કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે કહ્યું કે વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે પણ કચ્છમાં તેની અસર હેઠળ 50થી 60 કિલોમિટરની ઝડપે પવન ફુંકાશે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં 6 અને 7 નવેમ્બરના દિવસે હળવોથી મધ્યમ વરસાદ વરસશે. કાંઠાળ પટ્ટામાં વરસાદનું જોર થોડું વધુ રહેશે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે દરિયામાં પણ ઉંચા મોજા ઉછળશે. ભુજનું રડાર સ્ટેશન પણ મહાની હિલચાલ પર સતત બારીકાઇથી નજર રાખી રહ્યું છે. કચ્છના તંત્રને એલર્ટ મોડમાં રહેવાની સુચના આપવામાં આવી છે. રાજય સ્તરેથી જે સૃચના મળશે તે મુજબ જિલ્લાનુ વહિવટીતંત્ર કામગીરી કરતું જશે તેવું સતાવાર સુત્રોએ જણાવ્યું છે.


મહાવાવાઝોડાની વેઘર સાઈટ વિન્ડી મુજબ સ્થિતિ



તમામ કલેક્ટરને એલર્ટ કરાયા
મહાવાવાઝોડાના કારણે પોરબંદર, જામનગર, દ્વારકા, સોમનાથ, વેરાવણ અને દ. ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન ખાતાના કહેવા પ્રમાણે મહા વાવાઝોડું ગુજરાતમાં પહોંચશે ત્યારે તેની ગતી 80 થી 90 કિમીની થઇ જશે. જેથી ગુજરાત પર કોઇ ગંભીર અસર થાય તેવું જણાતું નથી. પણ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેને પગલે રાજ્ય સરકારે તમામ કલેક્ટરને એલર્ટ રહેવા જણાવ્યું છે. NDRF ની ટીમ તૈયાર હોવાથી કોઇપણ પરિસ્થિતિ માટે તંત્ર તૈયાર હોવાનું જીએસડીએમએના સીઇઓ અનુરાધા મલે જણાવ્યું હતું.

gujarat Gujarat Rains ahmedabad vadodara