કાંઈક આવા અંદાજમાં નેતા વિપક્ષે આપ્યો મત, જુઓ વીડિયો

23 April, 2019 12:03 PM IST  |  અમરેલી

કાંઈક આવા અંદાજમાં નેતા વિપક્ષે આપ્યો મત, જુઓ વીડિયો

પરેશ ધાનાણીએ કર્યું મતદાન

પોતાની સાદાઈ અને આગવા અંદાજ માટે જાણીતા પરેશ ધાનાણીએ એક્ટિવા પર જઈને મતદાન કર્યું. પરેશ ધાનાણી તેમના ધર્મપત્ની સાથે અમરેલીમાં એક્ટિવા પર જતા જોવા મળ્યા હતા. જેને વીડિયો પણ સામે આવ્યો છે. તમે પણ જુઓ તેમનો આ અંદાજ..
(વીડિયો સૌજન્યઃ Gujarat Headline)

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

અમરેલીથી ઉમેદવાર છે ધાનાણી
અમરેલીથી ધારાસભ્ય પરેશ ધાનાણીને લોકસભા માટે પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ વર્તમાન સાંસદ નારણ કાછડિયા સામે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતી અમરેલીની બેઠક ખૂબ જ મહત્વની છે.

Gujarat Congress Paresh Dhanani Loksabha 2019