લોકસભા ચૂંટણી : અમિત શાહ પાસે નથી એક પણ કાર, કુલ સંપત્તિ 38.81 કરોડની

31 March, 2019 05:56 PM IST  |  ગાંધીનગર

લોકસભા ચૂંટણી : અમિત શાહ પાસે નથી એક પણ કાર, કુલ સંપત્તિ 38.81 કરોડની

અમિત શાહ (ફાઈલ ફોટો)

અમિત શાહે શનિવારે ગાંધીનગરમાં લોકસભા ચુંટણીને લઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે પોતાની પાસે હાલ 38.81 કરોડની સંપત્તિ છે તેવું દર્શાવ્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે 38 કરોડથી વધુ સંપત્તિ હોવા છતાં પોતાની પાસે કે પત્ની સોનલબેન પાસે પોતાની એક પણ કાર નથી. વર્ષ 2017માં અમિત શાહએ 34.31 કરોડની સંપતી બતાવી હતી. આમ, 2017ની તુલનામાં અમિત શાહની સંપત્તિ 4.5 કરોડ વધી છે. તો બીજી તરફ તેની પત્નીની આવકમાં 2017ની તુલનામાં 48 લાખનો વધારો થયો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પત્ની પાસે કોઇ પણ કાર નથી

વિશ્વની સૌથી મોટી રાજકારણી પાર્ટી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસે અત્યારે કોઈ કાર નથી. તેમજ તેની પત્ની સોનલ પાસે પણ કોઈ ગાડી નથી. ભાજપ અધ્યક્ષ અમિત શાહના વકીલ મુજબ અમિત શાહ પાસે કોઈ ગાડી નથી. અમિત શાહે શનિવારે ગાંધીનગર સીટથી લોકસભા ચૂંટણી માટે નામ નોંધાવતી વખતે પોતાની સંપત્તિની વાત કરી. આ નોંધ હેઠળ અમિત શાહ પાસે કુલ સંપત્તિ 38.81 કરોડ રૂપિયાની છે.

અમિત શાહના પત્ની સોનલબેનની કુલ સંપતી 4.36 કરોડ

ભાજપ અધ્યક્ષના વકીલ મુજબ તેમની પત્ની સોનલ શાહની કુલ સંપત્તિ 4.36 કરોડ છે. 2017માં સોનલની સંપત્તિ 3.88 કરોડ હતી. એનો અર્થ એ છે કે સોનલની સંપત્તિમાં આ સમય દરમિયાન લગભગ 48 લાખ રૂપિયાનો વધારો થયો છે.

23.55 કરોડના ઘરેણાં

અમિત શાહના લકીલે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમની પાસે અત્યારે 23.55 કરોડના ઘરેણાં છે. 2017માં અમિત શાહ પાસે 19 કરોડના ઘરેણાં હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રમાણે અત્યારે તેમની વાર્ષિક આવક 53 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો : ચૂંટણી 2019:ગુજરાતની બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવાર

નામાંકન દરમિયાન હાજર રહેલ દિગ્ગજો

ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણીના સ્થાને અમિત શાહ પહેલી વાર ગાંધીનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. શનિવારે તેમણે પોતાનું નામ નોંધાવ્યું. આ હાય પ્રોફાઈલ સીટ પર નામાંકન દરમિયાન અમિત શાહ સાથે કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ અને નિતિન ગડકરી, ભાજપના સહયોગી દળ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પ્રકાશ સિંહ બાદલ અને રામવિલાસ પાસવાન સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.

amit shah gandhinagar gujarat Gujarat BJP bharatiya janata party national news Loksabha 2019