બેઠક બોલે છેઃ જાણો કચ્છ લોકસભા બેઠકને

28 March, 2019 04:27 PM IST  |  કચ્છ | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો કચ્છ લોકસભા બેઠકને

બેઠક બોલે છેઃ જાણો કચ્છ લોકસભા બેઠકને

દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ. નવાઈની વાત એ છે કે કચ્છ નામની કોઈ જગ્યા નથી. આખો એક વિસ્તાર કચ્છના નામે ઓળખાય છે. જેનું મુખ્ય મથક ભૂજ છે. ગુજરાતમાં ભાજપને ગઢ ગણાતા વિસ્તારોમાંથી એક કચ્છ છે. જેણે 1996 થી અત્યાર સુધી ભાજપના જ ઉમેદવારને દિલ્હી મોકલ્યા છે. આ બેઠક SC માટે અનામત છે.

સફેદ રણ અને રણોત્સવ છે કચ્છની ઓળખ

કચ્છમાં 8 લાખ 6 હજાર 343 પુરૂષ મતદાતા જ્યારે 7 લાખ 27 હજાર 439 મહિલા મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

કચ્છ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
અબડાસા              
પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા    કોંગ્રેસ
માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
ભૂજ ડૉ. નીમાબેન આચાર્ય ભાજપ
અંજાર વાસણભાઈ આહિર ભાજપ
ગાંધીધામ માલતી મહેશ્વરી ભાજપ
રાપર સંતોકબેન અરેઠિયા કોંગ્રેસ
મોરબી બ્રિજેશ મેરજા કોંગ્રેસ


લોકસભા ચૂંટણીના પરિણામો

ક્ચ્છ લોકસભા બેઠકની છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

-2014માં કચ્છથી ભાજપના વિનોદ ચાવડા સાંસદ તરીકે ચૂંટાયા છે. જેમણે કોંગ્રેસના ડૉ. દિનેશભાઈ પરમારને 2 લાખ 54 હજાર 482 મતથી હરાવ્યા હતા.

-2009ની ચૂંટણીની વાત કરીએ તો 2009માં કચ્છથી ભાજપના પૂનમબેન વેલજીભાઈ જાટ સાંસદ બન્યા. જેમણે વાલજીભાઈને 71,343 મતથી હરાવ્યા હતા.

-2004ની લોકસભા ચૂંટણીમાં કચ્છથી ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ હતા. જેમણે કોંગ્રેસના શૈલેન્દ્રસિંહ જાડેજાને 28,990 મતથી હરાવ્યા હતા.

જાણો કચ્છના સાંસદને
કચ્છના વર્તમાન સાંસદ છે વિનોદ ચાવડા. જેમણે L.L.B.નો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે વકીલ એવા વિનોદ ચાવડા 2010માં જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા. તેઓ 2013માં કચ્છની એસ. કે. વર્મા યુનિવર્સિટીના સેનેટ સભ્ય બન્યા હતા. જે બાદ તેઓ 2014માં સંસદ સભ્ય બન્યા હતા. જે યુવા વયે સાંસદ તરીકે ચૂંટાયેલા સાંસદોમાંથી એક હતા.

કચ્છના વર્તમાન સાંસદ છે વિનોદ ચાવડા(તસવીર સૌજન્યઃ વિનોદ ચાવડા ટ્વીટર)

ચાવડા ભાજપની યુવા પાંખ માટે આઠ વર્ષ માટે કામ કર્યું હતું. જેમાંથી પાંચ વર્ષ તેઓ સેક્રેટરી અને બે વર્ષ જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું. જમીન સાથે જોડાયેલા કાર્યકર તરીકે વર્ષો સુધી કામ કરવાનો અનુભવ તેમને લોકસભા ચૂંટણીમાં પણ કામ લાગ્યો અને તેમને દિલ્હી સુધી પહોંચાડ્યા.

આ પણ વાંચોઃ જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર

2019ની રેસમાં કોણ?

કચ્છમાં ભાજપે વર્તમાન સાંસદ વિનોદ ચાવડા પર ફરી વિશ્વાસ મુક્યો છે. જ્યારે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે. મહેશ્વરી કચ્છ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ પણ હતા.

Loksabha 2019 Gujarat Congress Gujarat BJP gujarati mid-day