07 May, 2024 10:46 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહની ફાઇલ તસવીર
આજે દેશભરમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન (Lok Sabha Election 2024 Phase 3) થઈ રહ્યું છે. અ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના અમિત શાહે પણ ગાંધીનગરથી આજે મતદાન કર્યું હતું. પણ આ વચ્ચે તેમના અચાનક ગુસ્સે થઈ જવાના સમચારે લોકોમાં આશ્ચર્ય જગાડ્યું છે. તમને જણાવી દઈએ કે મતદાન કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અચાનક ગુસ્સે થઈ ગયા હતા.
શા માટે અમિત શાહ ગુસ્સે થઈ ગયા હતા? એવું તો શું બન્યું?
તમને જણાવી દઈએ કે આજે મતદાન (Lok Sabha Election 2024 Phase 3) કરવા ગયેલા અમિત શાહ થોડાક ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ મતદાન તો કરી દીધું હતું પણ જ્યારે તે મતદાન કર્યા બાદ ભીડની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવક હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે અમિત શાહે તેને પાછળ હટી જવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ જ્યારે તે મતદાન મથકથી આગળ વધી રહ્યા હતા ત્યારે પણ આસપાસના લોકો તેમને ઘેરવાનો પ્રયાસ કરતાં હતા. અ જ કારણોસર તેઓ ગુસ્સે થઈ ગયા હતા. જરા ગુસ્સામાં આવીને તેમણે કહ્યું હતું કે, “અરે... ચાલો ભાઈ, હટો તો અહીંથી”
કોની કોની સાથે અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા હતા?
આજે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન (Lok Sabha Election 2024 Phase 3) થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુદ્ધાં તેમની પત્ની સોનલ શાહ અને પુત્ર જય શાહ સાથે મતદાન કરવા માટે મતદાનમથક પર પહોંચ્યા હતા. જેવુ તેઓ મતદાન કર્યા બાદ પોલિંગ બૂથની બહાર આવ્યા ત્યારે બહાર તેમની એક ઝલક મેળવવા માટે આતુર ભીડ ભેગી થઈ ગઈ હતી. લોકો તેમની ઝલક મેળવવા માટે પડાપડી કરતાં જોવા મળ્યા હતા
એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે ઘટનાસ્થળે કેટલાક લોકોએ આગળ આવવા માટે એકબીજાને ધક્કો મારવાનું પણ શરૂ કર્યું હતું. આ જ કારણોસર અમિત શાહ ગુસ્સે થઈ ગયા હોવાનું જણાવાયું છે.
લોકો નારા પણ લગાવી રહ્યા હતા
વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે તેઓ અશોભનીય વર્તન કરનાર લોકો પર ગુસ્સે પણ થઈ રહ્યા છે. તમને એવું પણ જણાવી દઈએ કે મતદાન (Lok Sabha Election 2024 Phase 3) કર્યા બાદ જ્યારે તેઓ મતદાન મથકની બહાર જઈ રહ્યા હતા ત્યારે લોકો `જય શ્રી રામ`ના નારા લગાવી રહ્યા હતા. તે જ સમયે કેટલાક લોકો આગળ આવવાની કોશિશ કરવા લાગ્યા હતા. ત્યારબાદ અમિત શાહ ગુસ્સે થઈ ગયા અને તેમને પાછળ હટવાનો સંકેત આપતા જોવા મળ્યા હતા. જોકે, કેન્દ્રીય ગૃહમંત્રીએ મીડિયાકર્મીઓને પણ પાછળ ખસવાનું કહ્યું હતું.