ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૧૨૭૪ મતદાન-મથકોનું સંચાલન મહિલાઓ કરશે

17 March, 2024 08:57 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ૪.૯૪ કરોડથી વધુ મતદારો પૈકી ૧૧.૩૨ લાખથી વધુ ૧૮થી ૧૯ વર્ષના યુવા મતદારો પહેલી વાર મતદાન કરી શકશે

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૧૨૭૪ મતદાન-મથકોનું સંચાલન માત્ર મહિલાઓ જ કરશે. બીજી તરફ લોકસભાની યોજાનારી ચૂંટણીમાં ગુજરાતમાં ૧૮થી ૧૯ વર્ષના ૧૧,૩૨,૮૮૦ યુવા મતદારો પહેલી વાર મતદાન કરી શકશે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે અને આદર્શ આચારસંહિતાના પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. મતદાર યાદી, EVM અને મતદાન-મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછાંમાં ઓછાં ૭ મતદાન-મથકો મહિલા સંચાલિત હશે. એની સખી મતદાન-મથક તરીકે રચના કરવામાં આવશે. ગુજરાતમાં આવાં ૧૨૭૪ સખી મતદાન-મથકોમાં પ્રિસાઇડિંગ ઑફિસર, પોલિંગ ઑફિસર સહિત માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે.’ 

ગુજરાતમાં કેટલા મતદારો?

૪,૯૪,૪૯,૪૬૯

ગુજરાતમાં કુલ મતદારો

૨,૩૯,૭૮,૨૪૩

મહિલા મતદારો

૨,૫૪,૬૯,૭૨૩

 પુરુષ મતદારો

૧૫૦૩

થર્ડ જેન્ડર મતદારો

૪,૨૪,૧૬૨

૮૫ વર્ષથી વધુ વયના મતદારો

૧૦,૩૨૨

૧૦૦ વર્ષથી વધુ વયના મતદારો

૧૧,૩૨,૮૮૦

૧૮થી ૧૯ વયના યુવા મતદારો

Lok Sabha Election 2024 Lok Sabha gujarat gujarat news