ગુજરાતમાં વધી સિંહોની વસતી, સિંહણે આપ્યો બે બચ્ચાઓને જન્મ

03 April, 2019 03:27 PM IST  |  પોરબંદર

ગુજરાતમાં વધી સિંહોની વસતી, સિંહણે આપ્યો બે બચ્ચાઓને જન્મ

ગુજરાતમાં વધી સિંહોની વસતી

રાજ્યમાં જૂનાગઢના ગીરની સાથે પોરબંદરનો બરડો ડૂંગર પર સિંહોને ફાવી ગયો છે. અહીં સરિતા નામની સિંહણે બે બાળકોને જન્મ આપ્યો છે. જેનાથી પર્યાવરણપ્રેમીઓ અને વન કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

પોરબંદરના બરડા અભયારણ્યમાં સાત વિરડા નેસમાં રાખવામાં આવેલી સરિતા નામની સિંહણે ગઈકાલે બે બચ્ચાઓને જન્મ આપ્યો. બંને બચ્ચાઓ તંદુરસ્ત છે. અહીં એવન નામનો સિંહ અને સરિતા નામની સિંહણ રહેતી હતી. સરિતાને વન વિભાગના ડૉક્ટરના નિરીક્ષણમાં રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગીર સિંહને કેમ બનાવ્યો મતદાન જાગૃતિ માટેનો એમ્બસેડર?

પોરબંદરના નાયબ વન સંરક્ષણના જણાવ્યા પ્રમાણે સાત વિરડામાં નર એવન અને નાગરાજા બે માદા સરિતા અને પાર્વતી અને જન્મ લેનારા બે બાળકો સહિત કુલ છ પ્રાણીઓ છે. તેમણે જણાવ્યું કે એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન કરવાના આશયથી જ બરડા અભયારણ્યમાં જિનપુલ સેંટર સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીં સાત વિરડા રાઉંડમાં ભુખબરા નેશમાં લાયન એન્ક્લોઝર અને લાયન એનિમલ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

gujarat