લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન – તંદુરસ્ત ભવિષ્ય તરફ ખુશહાલ પગલાં

21 July, 2025 08:40 PM IST  |  Ahmedabad | Bespoke Stories Studio

આ મંચના રૂપમાં શરૂ કરાયેલ ઉત્કર્ષનો ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય અંગેની જાણકારી ફેલાવવાનો છે સાથે સાથે દર્દીઓ માટે ભાવનાત્મક અને મનોરંજનસભર સહારો પૂરું પાડવાનો પણ છે. કાર્યક્રમના મુખ્ય હેતુઓમાં વિવિધ મુદ્દાઓ પણ ધ્યાન અપાયું હતું

લાઈફલાઇન હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં “ઉત્કર્ષ” કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, 21 જુલાઈ, ૨૦૨૫: અમદાવાદમાં આવેલી લાઈફલાઇન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ડૉ. ચંદ્રેશ શર્માના સહયોગથી “ઉત્કર્ષ – એક ઉત્તમ ભવિષ્ય તરફનું પગલું” આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના બ્લિસ ડાઇન બેન્ક્વેટ્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પોસ્ટ ઓપરેટિવ દર્દીઓ, ખાસ કરીને વડીલ નાગરિકોને એકસાથે લાવવામાં તથા આધુનિક તબીબી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

ઉત્કર્ષ માત્ર એક તબીબી કાર્યક્રમ નથી—તે એક સંવેદનાશીલ પહેલ છે.

આ મંચના રૂપમાં શરૂ કરાયેલ ઉત્કર્ષનો ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય અંગેની જાણકારી ફેલાવવાનો છે સાથે સાથે દર્દીઓ માટે ભાવનાત્મક અને મનોરંજનસભર સહારો પૂરું પાડવાનો પણ છે. કાર્યક્રમના મુખ્ય હેતુઓમાં વિવિધ મુદ્દાઓ પણ ધ્યાન અપાયું હતું જેમ કે,

આધુનિક તબીબી પ્રગતિઓ અંગે સામાન્ય લોકો માટે સરળ ભાષામાં જાગૃતિ ફેલાવવી

દર્દીઓ માટે મનોરંજન પ્રવૃત્તિઓ દ્વારા માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન

આર્થિક રીતે જરુરિયાતમંદ વર્ગ માટે ચેરિટી હેલ્થ કેમ્પનું આયોજન

સમાજ આરોગ્ય માટે બ્લડ અને અંગદાન ડ્રાઇવનું આયોજન

કાર્યક્રમમાં મુખ્ય પ્રાસંગિક ભાષણ ડૉ. ચંદ્રેશ શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું, જે લાઈફલાઇન હોસ્પિટલના કો-ડિરેક્ટર અને જાણીતા તેમજ આ હોસ્પિટલના લીડિંગ સિનિયર સર્જન છે. તેમણે આ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું જેમ કે, ઘૂંટણ અને હીપ રીપ્લેસમેન્ટ પછીની જરુરી સારસંભાળ કેમ રાખવી તેમજ ઘૂંટણ બદલાવની અદ્યતન ટેકનિક્સ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમની વિશિષ્ટ બાબત એ રહી કે, તેમાં લાઈફલાઇન હોસ્પિટલમાં સફળ રીતે ઘૂંટણ અને હીપ રીપ્લેસમેન્ટ સર્જરી કરાવી ચૂકેલા વડીલ દર્દીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ દર્દીઓએ પોતાની પીડાથી સ્ફૂર્તિ તરફની યાત્રા શેર કરી અને ગીત-સંગીત, મ્યુઝિકલ ચેર્સ અને ગરબામાં આનંદપૂર્વક ભાગ લઈ પોતાના નવા જીવનની ઉજવણી કરી હતી. તેમની વાતોથી નમ દ્રષ્ટિ અને પ્રેરણાનું વાતાવરણ સર્જાયું હતું.

લાઈફલાઇન હોસ્પિટલ વિશે:

હોસ્પિટલની સ્થાપના ૧૨ વર્ષ પહેલાં શ્રીમતી અમિષી શાહ, ડૉ. ચંદ્રેશ શર્મા અને ડૉ. મૌલિક શાહ દ્વારા કરવામાં આવી હતી. આજે લાઈફલાઇન હોસ્પિટલ એક ૩૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે ગોતા, અમદાવાદમાં તમામ પ્રકારની સ્પેશિયાલિટી અને સુપરસ્પેશિયાલિટી સેવાઓ આપે છે. "ઉત્કર્ષ એ સમાજ માટે આપેલું અમારી સંસ્થાનું હૃદયપૂર્વકનું યોગદાન છે. અમારાં વડીલ દર્દીઓને ફરીથી ચાલતાં, હસતાં અને નાચતાં જોયા એ અમારે માટે સૌથી મોટી સફળતા છે. આ શરૂઆત છે, અમે આવાં કાર્યક્રમો દર વર્ષે ચાલુ રાખીશું," એમ ડૉ. ચંદ્રેશ શર્માએ કહ્યું હતું. ઉત્કર્ષ કાર્યક્રમ દ્વારા લાઈફલાઇન હોસ્પિટલ ફરી એકવાર એ વાત પુરવાર કરે છે કે તેઓ ઉપચાર સાથે કરુણા અને દવાઓ સાથે ખુશીઓ આપવાનું તેમજ સારા ભવિષ્યની પ્રેરણા આપી રહ્યા છે.

ahmedabad exclusive gujarati mid day gujarat news health tips