જો ગુજરાતમાં પુરતો વરસાદ નહીં પડે તો વિકટ થશે સ્થિતિ...

20 July, 2019 01:02 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

જો ગુજરાતમાં પુરતો વરસાદ નહીં પડે તો વિકટ થશે સ્થિતિ...

જો ગુજરાતમાં પુરતો વરસાદ નહીં પડે તો વિકટ થશે સ્થિતિ...

15 જુલાઈ 2019 સુધીમાં 23 ટકા જ વરસાદ પડ્યો છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન પણ મોડું થયું છે. જૂનના મધ્ય ભાગની આસપાસ વાયુ વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો હતો. પરંતુ એ પછી તો દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય વરસાદ નથી પડ્યો. અને જો આવું જ રહેશે તો સ્થિતિ વધારે વિકટ બની શકે છે.

નથી પડ્યો વરસાદ
એક તરફ દેશમાં ભારે વરસાદ તારાજી સર્જી રહ્યો છે તો બીજી તરફ આપણા જ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં જરા પણ વરસાદ નથી. ધીમે ધીમે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ વધારે ખરાબ છે. જળાશયો તળિયા ઝાટક છે. પીવાનું પાણી જ છે. જો હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ગુજરાતની જનતાને વધુ પરેશાન થવું પડી શકે છે.

ખેડૂતોની વધી ચિંતા
વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ગયા વર્ષે ક્યાંક પાણીના અભાવે પાક નિષ્ફળ ગયો હતો તો ક્યાંક વધુ પડતા વરસાદના કારણે ઉભો પાક ધોવાઈ ગયો હતો. વરસાદની કમીના કારણે સરકારે રવિ પાક માટે પાણી ન આપવાની જાહેરાત કરી હતી. જેથી વાવેતરમાં પણ ઘટાડો થયો હતો. ખેડૂતોને આશા હતી કે આ વખતે ચોમાસું સારું રહેશે તો તેમનું વર્ષ સુધરી જશે. પરંતુ તેમની આ આશા ઠગારી નિવડતી જણાઈ રહી છે.


પાણીની સર્જાઈ શકે છે તંગી
મેઘરાજા જો મહેરબાન ન થાય તો પાણીની કારમી તંગી સર્જાઈ શકે છે. અત્યારે ચેન્નઈની સ્થિતિ એવી છે કે ત્યાં પાણીની ટ્રેન ભરીને મોકલવી પડે છે. લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આવું જ કાંઈક ગુજરાતનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. ગયા વર્ષે પણ પુરતો વરસાદ ન હોવાના કારણે માત્ર પીવા માટે જ પાણી હતું. ખેતી માટે પાણી આપવાનો સરકારે ઈન્કાર કર્યો હતો. જેથી આ વખતે પણ આવી જ સ્થિતિ થઈ શકે છે.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

હવે તો આધાર બસ મેઘરાજા પર છે. જે તેઓ મહેરબાન થાય તો સમસ્યા કાંઈક હળવી થઈ શકે. નહીં તો પછી દુષ્કાળ આવવાનું છે નક્કી...

gujarat Gujarat Rains