કચ્છઃલખપતમાં પુરાતત્વ સંશોધકોને પાંચ હજાર વર્ષ જૂની દફનભૂમિ મળી

13 March, 2019 08:13 AM IST  |  લખપત

કચ્છઃલખપતમાં પુરાતત્વ સંશોધકોને પાંચ હજાર વર્ષ જૂની દફનભૂમિ મળી

લખપતમાંથી મળ્યા અવશેષો

કચ્છના ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા પછી ત્યાંથી લગભગ ૩૬૦ કિલોમીટર દૂર લખપત તાલુકામાં કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા ખોદકામમાં દફનભૂમિ મળી આવી હતી. એમાં ૩૦૦*૩૦૦ મીટર ક્ષેત્રફળ ધરાવતી ૨૫૦ કબરો મળી હતી. એમાંથી ૨૬ કબરો ખોદતાં લગભગ હાડપિંજર તથા અન્ય ઘરવખરી પણ મળી હતી. લગભગ પાંચ હજાર વર્ષ જૂનું મનાતું છ ફુટનું હાડપિંજર મળ્યું છે. 

ચોરસ કબરોમાં અન્ય ચીજો પણ મળી હતી. હાડપિંજર, વાસણો તથા અન્ય વસ્તુઓ ૪૬૦૦થી ૫૨૦૦ વર્ષ જૂનાં હોવાનું મનાય છે. કચ્છ યુનિવર્સિટીના હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલૉજી સુરેશ ભંડારીએ જણાવ્યું હતું કે ‘ચોક્કસ ઉંમર, તે વ્યક્તિના મોતનું શક્ય કારણ અને હાડપિંજર સ્ત્રીનું છે કે પુરુષનું એ બાબતોની ચકાસણી માટે હાડપિંજર કેરળ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવ્યું છે.’

આ પણ વાંચોઃ ભારતીય સંસ્કૃતિ દર્શનઃ નામ સાર્થક કરે છે કચ્છનું આ નાનકડું મ્યુઝિયમ

ખોદકામમાં પ્રાણીઓના અવશેષો, માટીનાં વાસણો, છીપલાંની બંગડીઓ, ખડકોમાંથી બનાવેલાં ધારદાર સાધનો, અનાજ કે અન્ય પદાર્થો દળવાની પથ્થરની ઘંટીઓ વગેરે વસ્તુઓ પણ મળી છે.

gujarat news kutch