કચ્છમાં દારૂની રેઇડ કરવા ગયેલી પોલીસ ટુકડી પર હુમલો અને ગોળીબાર

30 April, 2019 08:51 AM IST  |  કચ્છ

કચ્છમાં દારૂની રેઇડ કરવા ગયેલી પોલીસ ટુકડી પર હુમલો અને ગોળીબાર

પ્રતીકાત્મક તસવીર

કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ગાગોદર ગામે બૂટલેગરોએ પોલીસ પર તલવાર-ધારિયાથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. રવિવારે રાતે ગાગોદર પાસે હોટેલ નવરંગ નજીક આ હુમલો તથા ફાયરિંગની ઘટના બની હતી. ગાગોદરનો પરબત કોલી બૂટલેગર કાચા છાપરાંવાળી હોટેલમાં દેશી-વિદેશી દારૂ વેચતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી પીએસઆઇ વી. જી. લાંબરિયાએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

બાદમાં પોલીસ ટીમ પરબત કોલીના ઘરે દરોડો પાડવા ગઈ હતી, જ્યાં પરબતની પત્ન, પુત્રી તથા સાત ભાઈઓના પરિવારે ધોકા, પાઇપ, તલવાર, ધારિયાં જેવાં ઘાતક હથિયારોથી પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં પીએસઆઇને હાથમાં ઈજા પહોંચી હતી તો અન્ય પોલીસ કર્મચારીઓને પગમાં ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ૪ હિન્દીભાષી દ્વારા બાળકનું અપહરણ

હુમલાની સામે પીએસઆઇએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. વળતો ગોળીવાર થતો જોઈ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને બૂટલેગરોને શોધવા સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

kutch gujarat news Crime News