ભૂજ બાર કાઉન્સિલના વકીલોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

11 February, 2019 04:06 PM IST  |  ભૂજ

ભૂજ બાર કાઉન્સિલના વકીલોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

વકીલોએ આપ્યું આવેદન પત્ર

ભૂજ બાર કાઉન્સિલના વકીલોએ કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપીને પોતાની માગ રજૂ કરી છે. વકીલોએ કચ્છ કલેક્ટર રેમ્યા મોહનને આવેદન પત્ર આપીને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માગને ટેકો આપ્યો છે. ભૂજ બાર એસોસિયેશનના તમામ વકીલો આજે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને પોતાની માગ રજૂ કરી હતી.

શું છે વકીલોની માગ ?

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા હાલની કેન્દ્ર સરકાર સામે કેટલીક માગ રજૂ કરવામાં આવી છે. જેને ભૂજ બાર કાઉન્સિલે ટેકો આપ્યો છે. આ તમામ માગમાં વકીલ ભવન બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

1) દેશના તમામ વકીલો માટે ન્યાયાલય પરિસરમાં અથવા નજીકમાં વકીલભવન હોવું જોઈએ. જેમાં વકીલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા ,પુસ્તકાલય , ઇ-લાઈબ્રેરી , શૌચાલય વગેરેની વ્યવસ્થા હોય, મફત ઇન્ટરનેટ ની વ્યવસ્થા હોય સાથે જ સસ્તા દરે ખાવાપીવાની કેન્ટીન હોવી જોઈએ.

2) નવા જરૂરિયાતમંદ વકીલોને માસિક રૂ.૧૦,૦૦૦/- ( પાંચ વર્ષ સુધી ) આપવાની વ્યવસ્થા.

3) શના તમામ વકીલો તથા તેમના પરિવાર માટે જીવન વીમો, આકસ્મિક મૃત્યુ સમયે ઓછામાં ઓછું રૂપિયા 50 લાખ સુધીનું વળતર, વકીલો તેમજ તેમના પરિવાર માટે કોઈપણ બીમારીમાં સારી મફત સારવારની વ્યવસ્થા.

4) બધાજ અક્ષમ તેમજ વૃદ્ધ વકીલો માટે પેન્શન તથા પારિવારિક પેન્શનની વ્યવસ્થા.

5) લોક અદાલતોનું કાર્ય વકીલોના કાર્યક્ષેત્રમાં હોવું જોઈએ. ન્યાયાલયના અધિકારીઓ તેમજ ન્યાયાધીશોને આ કાર્યોથી દૂર રાખવામાં આવે.

6) દરેક જરૂરિયાતમંદ વકીલોને ઘર બાંધવા માટે યોગ્ય દરે જમીનની વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચોઃ ભુજમાં રાષ્ટ્રપિતાના જીવન પર થશે અંતરરાષ્ટ્રીય પરિસંવાદ, ગાંધીજીના જીવન પર રજૂ થશે સંશોધનપત્ર

7) દરેક ટ્રિબ્યુનલ, કમિશન વગેરેમાં કોર્ટના નિવૃત કર્મચારી તેમજ નિવૃત ન્યાયાધીશોના બદલે વકીલોની નિયુક્તિ થાય

8) ઉપરોક્ત માગણીના પરિપૂર્ણ કરવા સંદર્ભે કેન્દ્ર સરકાર વકીલોના કલ્યાણ માટે વાર્ષિક બજેટમાં દર વર્ષે રૂપિયા પચાસ હજાર કરોડ ની વ્યવસ્થા માટે પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવે જેથી ઉપરની તમામ માંગણી પૂર્ણ થઈ શકે .

gujarat news