કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે જાણીતા ડૉ.એચ.એલ.ત્રિવેદીની હાલત કથળી

17 July, 2019 02:19 PM IST  |  અમદાવાદ

કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે જાણીતા ડૉ.એચ.એલ.ત્રિવેદીની હાલત કથળી

ડોક્ટર એચ. એલ. ત્રિવેદી અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી

કિડની ક્ષેત્રે ગુજરાતનું નામ ગુંજતુ કરનાર ડૉ. એચ. એલ. ત્રિવેદીની તબિયત નાજુક છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ડોક્ટર એચ. એલ ત્રિવેદીનું નામ આખી દુનિયામાં સન્માનથી લેવાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલી કિડની હોસ્પિટલ પાછળ પણ તેમની મહત્વની ભૂમિકા છે. જો કે 90 વર્ષના એચ. એલ. ત્રિવેદીની તબિયત નાજુક છે. આમ તો છેલ્લા 2 વર્ષથી તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. પરંતુ મંગળવારે રાત્રે તેમની હાલત વધુ કથળી હતી.

હાલ ડોક્ટર એચ. એલ. ત્રિવેદીને કિડની હોસ્પિટલના ત્રીજા માળે ICUમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે એચ. એલ. ત્રિવેદીના નામે 400થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો રેકોર્ડ છે. અને માત્રને માત્ર દેશપ્રેમને કારણે તેઓ વિદેશમાં ધીક્તી કારકિર્દી છોડીને ગુજરાતમાં સ્થાયી થયા છે. મળતી માહિતી પ્રમામે 90 વર્ષના ડોક્ટર એચ. એલ. ત્રિવેદીને હાલ વેન્ટીલેટર પર રખાયા છે. હાલ તેઓ સતત ઓર્બ્ઝર્વેશન પર છે. ઉંમરને કારણે તેમની મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા છે. આ ઉપરાંત તેઓ પાર્કિન્સન્સની બીમારીથી પણ પીડિત છે. આ ઉપરાંત તેમને લીવરની સમસ્યા પણ છે. ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એચ. એલ. ત્રિવેદી તરીકે જાણીતા ડોક્ટરનું આખું નામ હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ મૂળ સુરેન્દ્રનગરના ચોરવાડના વતની છે. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં છે. તેઓ અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાં અધ્યાપકની ફરજ બજાવતા હતા. બાદમાં તેઓ કેનેડાની વાટ પકડી હતી. પરંતુ દેશપ્રેમને કારણ તેઓ ગુજરાત પરત આવ્યા હતા. અમદાવાદમાં આવીને તેમણે કિડની હોસ્પિટલનો પાયો નાંખ્યો હતો, અને આમ તેઓ ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા બન્યા હતા.

pranab mukherjee gujarat ahmedabad