PMનું સપનું સાકાર કરી ગુજરાતનું આ ગામ બન્યું દેશમાં મોડેલ નંબર વન

18 July, 2019 08:48 PM IST  |  કેશોદ

PMનું સપનું સાકાર કરી ગુજરાતનું આ ગામ બન્યું દેશમાં મોડેલ નંબર વન

આ ગામે PM મોદીનું સ્વપ્ન કર્યું પૂર્ણ

મોદીના ગુજરાતનું એક ગામ દેશમાં વડાપ્રધાને કરેલી પહેલને લઈને અવ્વલ આવ્યું છે. વાત છે કેશોદ ગામની. મોદી સરકારના દેશને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાનું અભિયાન છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામમાં 100 ટકા શૌચાલયો બની ગયા છે. અને તેનો સમાવેશ દેશના 29 ગામડાઓમાં કેશોદ નંબર વન આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ તમામ પ્રાથમિક સુવિધાથી સજ્જ છે. ગામને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા માટે સૌના સહયોગથી સો ટકા શૌચાલયનો લક્ષ્યાંક પૂર્ણ કરી ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા છે. ગામના તમામ રસ્તાઓ સીસીરોડ છે અને બન્ને બાજુ હરિયાળી ક્રાંતિ ઉભી કરવા વૃક્ષોનું વાવેતર કરાયું છે. સો ટકા શૌચાલયની સુવિધા અને સો ટકા સીસીરોડની સુવિધા ઉભી કરાઇ છે. અનેકવિધ સુવિધાસભર કેશોદ ગામે સમગ્ર દેશમાં મોડેલ ગામ તરીકે સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે.

આ પણ જુઓઃ Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

આ ગામમાં તમને તમામ સુવિધાઓ જોવા મળશે. ગામને એલઈડી લાઈટ્સથી સજ્જ કરવામાં આવ્યું છે. ગામની ગૌશાળામાં પણ પંખા અને મ્યુઝિકની સુવિધા છે. ગામના સરપંચ શિક્ષિત હોવાથી તેમણે તમામ સુવિધાઓ ઉભી કરી છે. ગામમાં અત્યાધુનિક ગૌશાળા છે. ગામની વસ્તી 2700 જેટલી છે. જ્યાં તમામ લોકો એકસાથે મળીને રહે છે. સૌના સાથથી સરપંચે આ ગામને મોડેલ ગામ બનાવ્યું છે. અહીંના લોકોને પ્રધાનમંત્રી આવાસયોજના અંતર્ગત ઘર પણ ફાળવી દેવામાં આવ્યો છે. અને હવે આ ગામની રાષ્ટ્રીય સ્ચરે નોંધ લેવામાં આવી છે.

narendra modi gujarat