justice4chirag ઝુંબેશ સફળ, ચિરાગ પટેલ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

20 March, 2019 08:31 PM IST  |  અમદાવાદ

justice4chirag ઝુંબેશ સફળ, ચિરાગ પટેલ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

મૃતક ચિરાગ પટેલ

અમદાવાદના ખાનગી ચેનલમાં કામ કરતા પત્રકાર ચિરાગ પટેલ મૃત્યુ કેસ મામલે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે. ચિરાગ પટેલને ન્યાય અપાવવાની માગ સાથે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી #justice4chirag ઝુંબેશ આખરે રંગ લાવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે ચિરાગ પટેલ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી છે. આ પહેલા ગઈકાલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને તપાસ આત્મહત્યા મામલે ચાલતી હોવાનું નિવેદન આપ્યું હતું.

 કેટલાક દિવસો પહેલા ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ સતત સોશિયલ મીડિયા પર ચિરાગ પટેલના પરિવારને ન્યાય અપાવવા ચળવળ શરૂ થઈ હઈ. ચિરાગના મિત્રોએ #justice4chirag હેઠળ શરૂ કરેલી આ મૂવમેન્ટ ઝુંબેશ બની અને સોશિયલ મીડિયા પર જુવાળ સર્જાયો. સોશિયલ મીડિયા પર ન્યાયની માગ બાદ અમદાવાદમાં પત્રકારો દ્વારા વસ્ત્રાપુર તળાવ ખાતે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી અને ન્યાયની માગ કરાઈ હતી.

આ પણ વાંચોઃ અમદાવાદનું પ્લૅટફૉર્મ-નંબર એક પૅસેન્જરો માટે આફત સમાન

અમદાવાદમાં કેન્ડલર માર્ચ બાદ રાજ્યના અન્ય વિસ્તારો રાજકોટ, આણંદ, વડોદરા, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પણ કેન્ડલ માર્ચ યોજીને ચિરાગ પટેલના પરિવારને ન્યાય અપાવવા માગ ઉઠી રહી છે. આ મૂવમેન્ટને કારણે જ અમદાવાદ પોલીસે તપાસ હવે ક્રાઈમ બ્રાંચને સોંપી છે.

ahmedabad gujarat news Crime News