૬૮ સિંહ અને ૬ દીપડાને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ

14 October, 2019 07:49 AM IST  |  જૂનાગઢ

૬૮ સિંહ અને ૬ દીપડાને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ

સિંહ

૨૦૧૮માં ગીર જંગલના દલખાણિયા રેન્જમાં ૨૩ સિંહોનાં મોત થતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ સામે આવ્યું હતું કે સાવજોમાં કેનાઇન ડિસ્ટેમ્પર નામનો વાઇરસ ફેલાયો છે. ત્યાર બાદ વનવિભાગ દ્વારા ૩૧૬ સિંહોની સાથે ૫૨ દીપડાઓના લોહીના નમૂના પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં મોકલ્યા હતા. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કુલ ૬૮ સિંહો અને ૬ દીપડાને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ લાગ્યો છે. આ વાઇરસ ભારતીય શ્વાનમાં રહેતા વાઇરસ હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીના ડિરેક્ટરે સૂચવ્યું છે કે સિંહોનું રસીકરણ કરવામાં આવે. ભારતીય શ્વાનોમાં રહેતા આ વાઇરસ સિંહોનાં મોતનું મોટું કારણ છે. રખડતા શ્વાનોને ખાવાના કારણે આ વાઇરસ સિંહોમાં ફેલાતો હોવાનું જોખમ રહેલું છે અને આ વાઇરસને ફેલાતાં રોકવા માટે સિંહોનું રસીકરણ કરવું ખૂબ જ જરૂરી છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

ગીરના જંગલમાં રોગચાળાથી સાવજોનાં મોતથી જબરો ઊહાપોહ તથા રાજકીય વિવાદ થયો હતો, જેને પગલે ૩૧૬ સાવજોનાં બ્લડ, આંખ, નસલ સહિતનાં સૅમ્પલો લેવામાં આવ્યાં હતાં. મોતને ભેટેલા ત્રણ સાવજોનાં ફેફસાં, લિવર, હૃદય, કિડની જેવાં અંગો પણ તપાસ માટે પુણેની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં મોકલવામાં આવ્યાં હતાં.

junagadh gujarat