08 February, 2025 01:30 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દીકરાના લગ્નપ્રસંગે ગૌતમ અદાણીએ જાહેર કરી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સખાવત
ગઈ કાલે અમદાવાદમાં ગૌતમ અદાણીના નાના પુત્ર જીતનાં લગ્ન હીરાના વિખ્યાત વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે સંપન્ન થયાં હતાં. દીકરાના લગ્નપ્રસંગે ગૌતમ અદાણીએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની સખાવત જાહેર કરી હતી.
ગૌતમ અદાણીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર નવયુગલનો તથા તેમની સાથે પોતાનો અને પત્નીનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે આ એક નાનો અને અંગત સમારોહ હતો એટલે અમે ઇચ્છતા હોવા છતાં બધા શુભચિંતકોને આમંત્રિત ન કરી શક્યા, હું એ બદલ ક્ષમાપ્રાર્થી છું.