જયંતી ભાનુશાલીની હત્યા માટે મુંબઈથી બોલાવાયા પ્રોફેશનલ કિલર?

12 January, 2019 10:31 AM IST  |  | Shailesh nayak / Rashmin Shah

જયંતી ભાનુશાલીની હત્યા માટે મુંબઈથી બોલાવાયા પ્રોફેશનલ કિલર?

મુુંબઈથી કિલર બોલાવાયા હોવાની શક્યતા

અબડાસાના ભૂતપૂર્વ વિધાનસભ્ય અને ગુજરાત ભાજપના ટોચના નેતા જયંતી ભાનુશાલીની સોમવારે મોડી રાતે સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં હત્યા થઈ ત્યારથી ગુજરાત પોલીસ અને ગુજરાત સીઆઈડી (ક્રાઇમ)ના દોઢસો અધિકારીઓ હત્યારાઓને શોધવામાં લાગી હતી, જેમાં હવે ફાઇનલી તેમની ઓળખાણ મળી ગઈ છે. ગઈ કાલે ગુજરાત સીઆઈડી (ક્રાઇમ)એ આ આરોપીઓને પકડવા માટે ૧૪ જગ્યાએ એની ટીમ મોકલી હતી. જયંતી ભાનુશાલીના મર્ડર માટે પ્રોફેશનલ કિલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પૂરતી શક્યતા છે, જેના માટે મુંબઈના કૉન્ટ્રૅક્ટ કિલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવી શક્યતા પણ ગઈ કાલે સીઆઈડી (ક્રાઇમ)એ વ્યક્ત કરી હતી.

હત્યારાઓ ઓળખાઈ જવાની સાથોસાથ હવે પોલીસે જયંતી ભાનુશાલીની હત્યા માટે જે પાંચ પર શંકા કરવામાં આવી છે એ પાંચ પૈકીની એક શંકાસ્પદ એવી મનીષા ગોસ્વામીની પણ તપાસ શરૂ કરી છે. સોમવારે મોડી રાતે જંયતીભાઈની હત્યા થઈ એના બે દિવસ પહેલાંથી મનીષા ગોસ્વામીનો મોબાઇલ બંધ થઈ જવાને પોલીસ શંકાસ્પદ રીતે જુએ છે. પોલીસે છેલ્લા સાત દિવસમાં જ્યાં પણ જયંતીભાઈ ફર્યા છે એ સમયના અને એ સમયની આગળ-પાછળનાં ઘ્ઘ્વ્સ્ ફુટેજ પણ તપાસ્યાં છે. પોલીસે જે ફુટેજ તપાસ્યાં એ ફુટેજ અંદાજે છવીસ કલાકનાં થાય છે, જેની તપાસ માટે આઠ ટીમને બેસાડવામાં આવી હતી. આ ટીમને બેસાડવાનો પોલીસને ગઈ કાલે સવારે લાભ પણ મYયો. આ સીસીટીવી ફુટેજ પૈકીનાં કેટલાંક ફુટેજમાં પોલીસને મનીષા ૩ જાન્યુઆરીએ ભુજમાં જોવા મળી હતી, જેમાં મનીષા સાથે અજાણ્યા શખ્સો પણ જોવા મYયા હતા. પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓ દ્વારા અમદાવાદમાં રખાયેલા ટ્રેનના કોચમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. જયંતી ભાનુશાલીની હત્યા અંગત અદાવતમાં અને પૂર્વ આયોજિત કાવતરું રચીને થઈ હોવાની શક્યતાઓ પણ પોલીસ તપાસી રહી છે. જયંતી ભાનુશાલી સાથે કોને અદાવત છે એ વિશે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાલી ઇચ્છતા હતા કે ગુજરાતના મુખ્ય પ્રધાન બદલાય

જયંતીભાઈ ત્રણ મોબાઇલ ફોન વાપરતા હતા, પણ હત્યારાઓ એક જ ફોન લઈ ગયા છે, જેને પણ પોલીસ સૂચક માને છે. પોલીસનું માનવું છે કે આ એક ફોન એવો હોઈ શકે છે જેમાં હત્યારાઓને જોઈતી સામગ્રી હોય.

ગુજરાત (સીઆઈડી) ક્રાઇમના દાવા મુજબ આવતા બારથી ચોવીસ કલાકમાં આખી ઘટના સ્પષ્ટ થઈ જશે અને જયંતીભાઈની હત્યા કોણે તથા કયાં કારણોસર કરાવી એ ખૂલી જશે.

gujarat news