જયંતી ભાનુશાળીના મર્ડર કેસ : આરોપી પાસેથી ઘણા કાંડનો પર્દાફાશ થઈ શકે છે

06 November, 2019 10:06 AM IST  |  Kutch | Rashmin Shah

જયંતી ભાનુશાળીના મર્ડર કેસ : આરોપી પાસેથી ઘણા કાંડનો પર્દાફાશ થઈ શકે છે

આઠમી જાન્યુઆરીએ સયાજીગંજ એક્સપ્રેસ ટ્રેનમાં જેમની હત્યા કરવામાં આવી હતી એ બીજેપીના સિનિયર નેતા જયંતી ભાનુશાળી (Jayanti Bhanushali) ના મર્ડરના મુખ્ય આરોપી એવા મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉની ગઈ કાલે યુપીમાંથી અરેસ્ટ કરવામાં આવી હતી. સીઆઇડી (Crime) દ્વારા રચવામાં આવેલી ટીમને આ સફળતા મળતાં ગઈ કાલે ગુજરાતભરમાં સોપો પડી ગયો હતો. એવું માનવામાં આવે છે કે જયંતી ભાનુશાળીના મર્ડર કેસના આ બન્ને આરોપી પાસેથી જયંતી ભાનુશાળીની હત્યાના કારણ ઉપરાંત હની-ટ્રૅપના ગુજરાતના અનેક કિસ્સાઓ બહાર આવશે જેની માટે મનીષા ગોસ્વામીનો મોબાઇલ ઉપયોગી બનશે. અનેક ઉદ્યોગપતિથી માંડીને રાજકીય પહોંચ ધરાવતી અને રાજકીય કારકિર્દી ધરાવતી વ્યક્તિ મનીષા સાથે મેલા મનથી જોડાયેલી હોવાની આશંકા સેવવામાં આવે છે.

આ પણ જુઓ : કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

મર્ડર પહેલાંના કૉલ ડેટાના આધારે મનીષા કોની સાથે નિયમિત સંપર્કમાં હતી અને એ સંપર્કનો હેતુ શું હતો એ જાણવા ઉપરાંત એ પણ જાણવા મળી શકશે કે તે કોને કારણે જે-તે વ્યક્તિના સંપર્કમાં હતી. જયંતી ભાનુશાળીના કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ જણની અરેસ્ટ થઈ હતી જે આંકડો હવે ૧૧ પર પહોંચ્યો છે. આ કેસનો હજી એક આરોપી નિખિલ થોરાત ફરાર છે. નિખિલે જયંતી ભાનુશાળી પર ફાયરિંગ શરૂ કર્યું હતું.

gujarat kutch