જામનગરને હરિયાળું બનાવવા 46.50 લાખના ખર્ચે 4000 વૃક્ષોનું વાવેતર થશે

19 May, 2019 07:30 AM IST  |  જામનગર

જામનગરને હરિયાળું બનાવવા 46.50 લાખના ખર્ચે 4000 વૃક્ષોનું વાવેતર થશે

પૃથ્વી પરના દરેક જીવ માટે જરૂરી એવા ઑક્સિજનનું ઉત્પાદન કરવા અને હવામાંના કાર્બન ડાયોકસાઇડને પોતાનામાં ખેંચી લેતા ઝાડની જરૂરિયાત ભૂલી ગયેલા કાળા માથાના માનવીએ આજે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃક્ષોની થઈ રહેલી બરબાદી અને કૉન્ક્રીટનાં જંગલોથી ઓઝોનમાં પણ બ્લૅક હોલ પડી રહ્યું છે જે આવનાર સમયમાં જીવલેણ સાબિત થઈ શકે છે. જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ શહેરને હરિયાળું બનાવવામાં સદંતર નિષ્ફળ ગયા બાદ કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દેહવ્યાપાર માટે ગુજરાતમાં બદનામ વાડિયામાં ઢોલ ઢબૂક્યાં

સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો, ગ્રીન જામનગર, નવાનગર નેચર ક્લબ વગેરે દ્વારા શહેરમાં પાલિકાની મંજૂરી વગર કાપવામાં આવતાં વૃક્ષો સામે કડક કાર્યવાહી કરવા તેમ જ બિલ્ડરો દ્વારા નિયમ મુજબ વૃક્ષોનું વાવેતર કરવા માટેની પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો અને સરકારી ફાજલ જગ્યા પર અને કૉમન પ્લોટ પર વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી શકાય એ પ્રકારે આયોજન કરવા જણાવાયું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યાવરણપ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે શહેરને હરિયાળું બનાવવા માટે યોજવામાં આવેલી બેઠકમાં અધિકારીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, નગરસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

gujarat jamnagar news