પરમ વિશુદ્ધિજી મહાસતીજીનાં મુક્તાવલી મહાતપ, ૨૮૫ ઉપવાસનો પારણાં મહોત્સવ સંપન્ન થયો

30 August, 2023 08:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

હજારો ભાવિકો આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને ધન્ય-ધન્ય બન્યા હતા

પરમ વિશુદ્ધિજી મહાસતીજીનાં ૨૮૫ ઉપવાસનો પારણાં મહોત્સવ સંપન્ન થયો

૨૮૫ ઉપવાસ સાથેના ‘મુક્તાવલી મહાતપ’ની ઉગ્ર સાધના કરીને સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધારનારા જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની મહાન તપસાધનાની પૂર્ણતા પર એમના પારણા અવસરે યોજાયેલો તપોત્સવ વિશ્વના લાખો ભાવિકોને વંદિત-અભિવંદિત કરી રહ્યો. ગિરનારમાં માત્ર ૨૨ વર્ષની ઉંમરનાં માત્ર ૧૮ વર્ષના સંયમ પર્યાયી, મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના તપની અનુમોદના કરવા માટે પૂજ્ય શ્રી કલ્પનાબાઈ મહાસતીજી, આદિની પાવન ઉપસ્થિતિ સાથે દેરાવાસી પંથના આચાર્ય ભગવંત શ્રી જયસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજાના સંતો તેમ જ વિવિધ ક્ષેત્રોથી પધારેલા ભાવિકોની સાથે દેશ-વિદેશના મળીને હજારો ભાવિકો આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને ધન્ય-ધન્ય બન્યા હતા.

jain community gujarat news ahmedabad gujarat