સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ૧૮ દેશોના પતંગબાજોનાં કરતબ જોવાનો આનંદ

11 January, 2023 11:04 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે દેશ-વિદેશના પતંગબાજોનાં કરતબ જોવાનો આનંદ સહેલાણીઓએ ઉઠાવ્યો હતો.

સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ૧૮ દેશોના પતંગબાજોનાં કરતબ જોવાનો આનંદ

ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જોવાની સાથે આકાશને આંબવા મથતા પતંગ ચગતાં જોવાનો ડબલ લહાવો ગઈ કાલે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે આવેલા સહેલાણીઓને મળ્યો હતો. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે દેશ-વિદેશના પતંગબાજોનાં કરતબ જોવાનો આનંદ સહેલાણીઓએ ઉઠાવ્યો હતો. એકતાનગરમાં આવેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટીના વ્યુ પૉઇન્ટ–૧ ખાતે ગુજરાત પ્રવાસન અને નર્મદા જિલ્લા પ્રસાશનના સહયોગથી યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ-મહોત્સવનો સંસદસભ્ય મનસુખ વસાવા અને વિધાનસભ્ય ડૉ. દર્શના દેશમુખે આરંભ કરાવ્યો હતો. આ પતંગ-મહોત્સવમાં ૧૮ દેશોના ૪૧થી વધુ અને દેશનાં ૫ રાજ્યોના ૧૧ કરતાં વધુ પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

ahmedabad kites gujarat news statue of unity Sabarmati Riverfront