ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય જંગના આસાર

02 October, 2019 02:14 PM IST  |  ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય જંગના આસાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બનશે રસપ્રદ

રાજ્યમાં 6 બેઠકો પર થઈ રહેલી પેટાચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મેદાનમાં આવી જવાથી તમામ બેઠકો પર ત્રિકોણીય મુકાબલો થશે. કોંગ્રેસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરવાથી સાફ ઈન્કાર કરી દીધો હતો. ત્યાં, ભાજપમાં ટિકિટના સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી રેસમાંથી બહાર થઈ ગઈ છે.

મહત્વનું  છે કે અમદાવાદની અમરાઈવાડી, સાબરકાંઠાની બાયડ, પાટણની રાધનપુર, મહીસાગર લૂણાવાડા, મેહસાણાની ખેરાલૂ, બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર આગામી 21 ઓક્ટોબરે પેટાચૂંટણી થશે.

પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તમામ છ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, જેનાથી મુકાબલો રોચક થઈ ગયો છે. રાધનપુર અને બાયડ કોંગ્રેસ માટે નાકની લડાઈ છે. આ બંને બેઠકો પર પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ બાદમાં રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે આ બંનેને ઉમેદવારો બનાવ્યા છે. કોંગ્રેસ આ બંને સીટો પર ખાસ રણનીતિથી કામ કરી રહી છે. રાધનપુર સીટ પરથી કોંગ્રેસે રઘુ દેસાઈને મેદાનમાં ઉતારીને ઠાકોર જાતિ સામે અન્ય જાતિઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બાયડમાં ધવલસિંહ ઝાલાની સામે પટેલને ટિકિટ આપીને મુકાબલો રોચક બનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ એનસીપીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે પાર્ટી તમામ છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસને ગઠબંધનમાં રૂચિ નથી, એટલે અમે દરેક બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ બાયડથી ચૂંટણી લડવાની હોવાની ચર્ચા હતી, પરંતુ અંતિમ ક્ષણે તેઓ પાછળ હટી ગયા.

આ પણ જુઓઃ લો શરૂ થઈ ગઈ દિવાળીની તૈયારી...જુઓ શું છે આ વખતે ટ્રેન્ડમાં!

ચૂંટણીના ગરમાવા વચ્ચે હવે એ જોવું રસપ્રદ રહેશે કે ગુજરાતની 6 બેઠકો પર કોની જીત થશે. આ વખતે પેટાચૂંટણી રોચક થવાના આસાર છે.

gujarat Gujarat BJP Gujarat Congress nationalist congress party