ધાર્મિક તહેવારને નામે ગુજરાતના સાણંદમાં Covid-19ના નિયમોનો ધજાગરો

05 May, 2021 02:54 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

નવાપુરા ગામે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે લોકોની ભીડ ભેગી કરી સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા અને આવો જ કાર

પ્રતીકાત્મક તસવીર

એક તરફ વાઇરસને કારણે થતા મોતનો આંકડો, લોકોના ઑક્સિજન માટે આજીજી કરતા મેસેજિઝ વગેરે ઘટી નથી રહ્યા ત્યાં તો ગુરાતના સાણંદ તાલુકામાંથી વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. 

સાણંદ તાલુકાના નવાપુરા ગામે બળિયાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત નિકળેલી યાત્રામાં સરકારની ગોવિડ ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થયો. આ પગલે કાર્યક્રમના આયોજક સહિત પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવાપુરા ગામે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે લોકોની ભીડ ભેગી કરી સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા. સરકારની બહાર પાડેલ ગાઈડ લાઇનનો કોઈ અમલ જોવા મળ્યો ન હતો. ગાઈડ લાઇનમાં પચાસ માણસોની છે પણ અહીંયા તો વધારે સંખ્યામાં લોકોને ભેગા કરી સોસીયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવું, ભીડ ભેગી કરવી વગેરે ગાઇડ લાઇનના ભંગ કરવા બાબતે નવાપુરા ગામના ધાર્મિક પ્રસંગના આયોજકો (૧) કૌશિલભાઈ ભીખાભાઈ પટેલ (૨) ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩) દશરથભાઈ રાજુભાઈ ઠાકોર (૪) કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર અને ડી.જે. વાળા મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરને  બોલેરો સાથે ઝડપ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  છેલ્લી જાણકારી અનુસાર સાણંદમાં 15 દિવસમાં કોરોનાથી ઘણા લોકોના મોત થયા છે. ત્યારે આટલી ભીડ ભેગી કરવા બદલ સાણંદ પોલીસે અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે ટ્વીટર પર પણ લોકોએ પોસ્ટ કરીને આ પરિસ્થિતિ કેવી રીતે ખડી થઇ શકે તે અંગે માંગ કરી છે. 

આવો કાર્યક્રમ સાણંદ તાલુકાના નિધરાડ ગામે પણ યોજાયો હતો પણ સાંજ સુધી પોલીસ પાસે આ બાબતની કોઈ માહિતી હતી નહિ.

coronavirus covid19 ahmedabad