સુરતમાં પરિવારના ત્રણ જણ નદીમાં ડૂબ્યા : નવપરિણીત યુગલ લાપતા છે

02 September, 2021 10:57 AM IST  |  Surat | Agency

નવપરિણીત યુવાન નદીમાં ડૂબવા માંડ્યો હતો. તેની પત્ની અને ત્રણ અન્ય મહિલાઓ તેને બચાવવા જતાં તે પણ ડૂબવા માંડી હતી. 

પ્રતીકાત્મક તસવીર

સુરત જિલ્લાની અંબિકા નદીમાં નહાવા ગયેલા એક પરિવારના ત્રણ સભ્યો ડૂબી ગયા હતા, જ્યારે કે નવપરિણીત યુગલ ગુમ થયું હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. 
આ ઘટના સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામની છે જ્યાં મંગળવારે સાંજે બાળકો સહિત કુલ ૧૦ લોકોનો પરિવાર દરગાહમાં પ્રાર્થના કરવા ગયો હતો. પ્રાર્થના બાદ તેઓ નજીકમાં આવેલી અંબિકા નદીમાં નહાવા ગયાં હતાં. નવપરિણીત યુવાન નદીમાં ડૂબવા માંડ્યો હતો. તેની પત્ની અને ત્રણ અન્ય મહિલાઓ તેને બચાવવા જતાં તે પણ ડૂબવા માંડી હતી. 

surat gujarat