સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં અતિવૃષ્ટિથી તબાહી, ખેડૂતોની વધી ચિંતા

13 September, 2019 12:57 PM IST  |  અમદાવાદ

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં અતિવૃષ્ટિથી તબાહી, ખેડૂતોની વધી ચિંતા

પ્રતિકાત્મક તસ્વીર

જૂનાગઢ જિલ્લામાં સતત છેલ્લા 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એમાં પણ છેલ્લા 3 દિવસથી તો એટલો વરસાદ પડી રહ્યો છે કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદથી ઓઝત, ઉબેણ, મધુવંતી, ,સાબલી જેવી નદીઓમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. અને આ પાણી ઘેડ પંથકમાં પહોંચતા ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ સાથેના સંપર્ક કપાઈ ગયા છે. પૂરના પાણી ઓસરતા વધુ ભયાવહ તસવીરો સામે આવી રહી છે. રસ્તાઓ પાણી પાણી છે. ઘેડના ગામડાઓમાં ગોઠણ સુધીના પાણી છે.

લોકોના ઘરમાં પાણી
કેશોદ, માંગરોળ અને માણાવદરનાં અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ છે. કેશોદનાં બામણાશા, મધડા, મુળીયાસા, અખોદર, સરોડ, પાડોદર, પંચાળા, બાલાગામ, બાંટવાનાં કડેગી, અમીપુર, ઘેડ બગસરા, હંટરપુર, ફુલેરા સહિતનાં ગામોમાં પાણી ભરેલા છે. તેમજ આ ગામો બે દિવસથી સંપર્ક વિહોણા છે. નદીના પાણી ઘરમાં ભરાઈ ગયા છે. જેથી લોકોને છત પર આશરો લેવો પડે તેવી સ્થિતિ છે. 10 ગામો હજુ પણ સંપર્કમાં નથી.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

પાક નિષ્ફળ જવાની ભીતિ
નદીના પાણી ગામમાં ફરી વળવાના કારણે ખેડૂતોને પાક પર પાણી ફરી વળવાની ચિંતા સતાવી રહી છે. મગફળીની વાવણી થઈ ગઈ છે અને હવે પાક નિષ્ફળ જઈ શકે છે. મગફળીના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બચવાની શક્યતા નહીંવત છે.

gujarat Gujarat Rains