અરબી સમુદ્રમાં ફરી એક સિસ્ટમ સક્રિય, 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

28 August, 2019 12:15 PM IST  | 

અરબી સમુદ્રમાં ફરી એક સિસ્ટમ સક્રિય, 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદે વિરામ બાદ ફરી બીજી ઈનીંગની શરૂઆત કરી દીધી છે. આજે એટલે કે સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ સામાન્ય થી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા આગામી 3 દિવસ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 29 ઓગસ્ટ બાદ બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રમાં શિયરઝોન નામની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દાદરા નગર હવેલી, સુરત, દમણ, નવસારીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે.

 આ પણ વાંચો: સલમાન-અક્ષય 2020માં ઇદ પર આમને સામને ટકરાશે, આ ફિલ્મો થશે રિલીઝ


રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 89.57 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન-જુલાઈ મહિનામાં 4 ઇંચ-9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વર્ષે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને આગામી 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.

Gujarat Rains gujarati mid-day arabian sea gujarat