ગુજરાતમાં આજથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

05 August, 2022 08:42 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ફરી પાછો વરસાદ શરૂ થયો છે

ફાઇલ તસવીર

ગુજરાતમાં ફરી પાછો વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે સાબરકાંઠાના વડાલી તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો, જેમાં સાંજે ૪થી ૬ વાગ્યા વચ્ચેના બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કપડવંજમાં ત્રણ ઇંચ તેમ જ વડગામ, ધનસુરા અને સાવરકુંડલામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં આજથી ચાર દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ૮ ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે ચાર દિવસ દરમ્યાન આણંદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, ભાવનગર, તાપી, સુરત, ડાંગ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

gujarat gujarat news Gujarat Rains Weather Update