સૌરાષ્ટ્રમાં પડવાની છે આકરી ગરમી, તપવા રહેજો તૈયાર

26 May, 2019 01:13 PM IST  |  રાજકોટ

સૌરાષ્ટ્રમાં પડવાની છે આકરી ગરમી, તપવા રહેજો તૈયાર

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો ઉપર જઈ શકે છે. રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ રાજ્યના નાગરિકોએ જબરજસ્ત ગરમી સહન કરવી પડશે. આગામી ચાર દિવસ ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. ઉલ્લેખનીય છે કે શનિવારે પણ આખા સૌરાષ્ટ્રમાં ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારાવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ. જે આખા રાજ્યમાં સૌથી વધુ હતી. તો રાજકોટમાં પણ શનિવારે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. ખાસ કરીને બપોરના 2 વાગ્યા બાદ ગરમીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. જ્યારે સાંજના સમયે બફારાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

આ પણ વાંચોઃ સુરત આગ: જાનના જોખમે બાળકોને બચાવવા પ્રયત્ન કરતો રહ્યો કેતન

રાજ્યના શહેરોના તાપમાન પર નજર કરીએ તો રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, જુનાગઢમાં 41 ડિગ્રી અને કચ્છમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

gujarat rajkot porbandar news