ગુજરાતીઓ હજુ વધુ ગરમી સહન કરવા રહેજો તૈયાર, આકરો થશે ઉનાળો

24 April, 2019 12:00 PM IST  |  અમદાવાદ

ગુજરાતીઓ હજુ વધુ ગરમી સહન કરવા રહેજો તૈયાર, આકરો થશે ઉનાળો

ગુજરાતમાં આકરો થશે ઉનાળો

મંગળવારે મતદાનના ગરમાવાની વચ્ચે પણ તાપમાનનો પારો ઉંચકાયો હતો અને હવે આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો થશે. મંગળવારે અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અને હજુ પણ આ પારો ઉંચો જઈ શકે છે. ડિસા, વડોદરા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું.

આ પણ વાંચોઃ રાજસ્થાન-ગુજરાતમાં હિટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે એપ્રિલના બાકીના દિવસો અને મે મહિનામાં આકરી ગરમી પડશે. રાજસ્થાન તરફથી ફુંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમી વધવાની શક્યતા છે. આ પવનોના કારણે જ તાપમાન સતત વધી રહ્યું છે. જો કે હિટવેવની આગાહી નથી. પરંતુ તાપમાન સતત વધી શકે છે. જેથી ગુજરાતીઓએ વધુ આકરો તાપ સહન કરવા તૈયાર રહેવું પડશે.

gujarat ahmedabad