હરેન પંડ્યા હત્યા કેસ : સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી

05 July, 2019 12:58 PM IST  |  Ahmedabad

હરેન પંડ્યા હત્યા કેસ : સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી

હરેન પંડ્યા

Ahmedabad : ગુજરાતમાં બહુ ચર્ચીત પુર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા મર્ડર કેસમાં આજે એટલે કે શુક્રવારે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટે પલટ્યું છે. સુપ્રિમ કોર્ટે આ મર્ડર કેસમાં 7 આરોપીઓને ઉમર કેદની સજા સંભળાવી છે. જેને પગલે ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2003માં 12 આરોપીઓને હત્યાના કેસમાંથી મુક્ત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તે સમયના તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડ્યાની 26 માર્ચ 2003ના રોજ અમદાવાદમાં વહેલી સવારે લો ગાર્ડન પાસે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

આ કેસમાં ફેર વિચારણાની અરજી કરનાર NGO ને 50 હજારનો દંડ
તો મહત્વનું છે કે હરેન પંડ્યા મર્ડર કેસમાં ફરીથી તપાસ કરવાની અરજી પણ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. તો બીજી તરફ આ અરજી કરનાર NGO CPIL ને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે હવે આ કેસમાં કોઇ પણ પ્રકારની અન્ય અરજી પર ફેર વિચાર કરવામાં નહીં આવે.

આ પણ જુઓ : જાણો નરેન્દ્ર મોદીની એક સામાન્ય ચા વેચનારથી દેશના વડાપ્રધાન સુધીની સફર

ન્યાયાધીશ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળની પીઠ એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટસ્ટ્રેસ્ટ (CPIL) ની જનહિત અરજી પર નિર્ણય આપ્યો હતો. આ એનજીઓએ હરેન પંડ્યા હત્યા કેસને ફરીથી તપાસ કરવાની અરજી પણ કરવામાં આવી હતી. જે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી અને હવે આવી કોઇ પણ અરજી પર ફેર વિચારણા કરવામાં નહી આવે તેવું જણાવ્યું હતું.

gujarat supreme court