આ દિવસે ગાયબ થઈ જશે તમારો પડછાયો, જાણો કારણ

06 June, 2019 06:12 PM IST  |  બનાસકાંઠા

આ દિવસે ગાયબ થઈ જશે તમારો પડછાયો, જાણો કારણ

ગુજરાતીમાં કહેવાય છે કે માણસનો ગમે તેટલો ખરાબ સમય આવે તેનો પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પરંતુ આ વાત ખોટી પડવા જઈ રહી છે. આગામી દિવસોમાં એક એવી ઘટના બનશે કે તમારો પડછાયો ગાયબ થઈ જશે. જી હાં, તમારો પડછાયો સાવ જ ગાયબ થઈ જશે. પણ આ ચમત્કાર નથી.

ચમત્કાર નથી

જી હાં, પડછાયો ગાયબ થવાની ઘટના કોઈ ચમત્કાર નથી, પરંતુ વિજ્ઞાન છે. અને આ ઘટના પહેલીવાર નથી બની રહી. દર વર્ષે જૂન મહિનામાં એક વખત તો પડછાયો ગાયબ થતો જ હોય છે. આ દિવસોને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનામાં આ ખગોળીય ઘટના બનતી હોય છે.

આખા ગુજરાતમાં નહીં જોવા મળે

પડછાયો ગાયબ થવાની આ અદભૂત ઘટના જો કે આખા ગુજરાતમાં જોવા નહીં મળે. પરંતુ ગુજરાતના માત્ર 6 તાલુકામાં જ આ ખગોળીય ઘટના થશે, અને એ પણ બે વખત. મહેસાણાના કડી, સાબરકાંઠાના પ્રાંતીજ, તાલોદ, અરવલ્લીના માલપુર, ધનસુર, બાયડ તાલુકામાં જ પડછાયો ગાયબ થવાની ઘટના બનશે. જ્યારે આ જિલ્લાના અન્ય તાલુકાઓમાં 21 જૂનના દિવસે બપોરના જુદા જુદા સમયે પડછાયો ખૂબ જ ટૂંકો થઈ જશે.

આ પણ વાંચોઃ મોબાઈલ ચાર્જમાં રાખી મચેડતો હતો, કરંટ લાગતા થયું મોત

કહેવાય છે ઝીરો શેડો ડે

ઝીરો શેડો ડે એક ખગોળીય ઘટના છે. પૃથ્વી અને સૂર્યની ખાસ સ્થિતિને કારણે આ ઘટના બને છે. જ્યારે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી હોય ત્યારે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવે છે. પરિણામે પડછાયો પડતો નથી. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટના દરેક સ્થળે નથી અનુભવી શકાતી.

તાલુકા    તારીખ   સમય
કડી               14 જૂન      બપોરે 12.40
કડી     28 જૂન બપોરે 12.43
પ્રાંતીજ     17 જૂન બપોરે 12.39
પ્રાંતીજ     25 જૂન બપોરે 12.41
તલોદ     15 જૂન બપોરે 12.38
તલોદ     25 જૂન બપોરે 12.41
માલપુર     16 જૂન બપોરે 12.36
માલપુર     26 જૂન બપોરે 12.38
ધનસુરા     15 જૂન બપોરે 12.37  
ધનસુરા     27 જૂન બપોરે 12.40
બાયડ     13 જૂન બપોરે 12.37
બાયડ     29 જૂન બપોરે 12.40
gujarat news