ક્લિનિકલ ટ્રાયલમાં WHO સાથે મળીને ગુજરાત શોધશે કોરોનાનો ઉપચાર

07 May, 2020 02:18 PM IST  |  Ahmedabad | Agencies

ક્લિનિકલ ટ્રાયલમાં WHO સાથે મળીને ગુજરાત શોધશે કોરોનાનો ઉપચાર

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લિનિકલ ટ્રાયલમાં ગુજરાતનાં ચાર શહેર ભાગ લેશે. એમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ સામેલ છે. આ ટ્રાયલમાં ચાર દવાઓ રેમડેસીવીર, લોપિનાવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને ઇન્ટરફેરૉનની દરદીઓ પર અસર અને કોરોના દરદીની સારવારનાં ધોરણો નક્કી કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય સ્વાસ્થ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલમાં દરદીઓના સ્વાસ્થ્યમાં સુધાર, મૃત્યુદર, વેન્ટિલેટર સપોર્ટની જરૂરત અને અન્ય દવાઓના રીઍક્શન વગેરે પર પણ ચર્ચા થશે.

ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા માટે અમદાવાદથી બી. જે. મેડિકલ કૉલેજ અને સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ, વડોદરાથી ગુજરાત મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કૉલેજ, સુરતની ન્યુ સિવિલ હૉસ્પિટલ અને રાજકોટથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કૉલેજને પસંદ કરવામાં આવી છે.

gujarat gandhinagar ahmedabad coronavirus covid19