રાજ્યમાં હવામાનમાં પલટો, કાળા ડિંબાંગ વાદળો સાથે ફૂંકાયો પવન

15 April, 2019 02:54 PM IST  |  રાજકોટ

રાજ્યમાં હવામાનમાં પલટો, કાળા ડિંબાંગ વાદળો સાથે ફૂંકાયો પવન

રાજ્યમાં એકાએક વાતાવરણ પલટાયું છે. મોરબી, કચ્છ, ગાંધીધામ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અચાનક જ વાતવરણમાં પલટો આવ્યો છે. મોરબી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ સર્જાયો છે. સાથે જ ચોમાસા જેવો ઠંડો પવન ફૂંકાયો છે. ઠંડા પવનને કારણે હાલ તો સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

તો બીજી તરફ જામનગરમાં પણ સવારથી જ પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. તો ગાંધીધામ અને કચ્છ જિલ્લામાં પણ વાતાવરણ બદલાયું છે. કચ્છમાં પણ ધૂળની ડમરી ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યુ છે, અને કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

પોરબંદરમાં દરિયો તોફાની બની શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ાપી છે. હવામાન વિભાગે માછીમારોને ઉત્તર અરબી સમુદ્ર વિસ્તારમાં ન જવા સૂચના આપી છે. દરિયામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચોઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદ પડવાની આગાહી

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ગત સપ્તાહે જ વાતાવરણ પલટાવાની અને માઠવા થવાની આગાહી કરી હતી. રવિવારે સાંજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા.

gujarat news rajkot