Heat Wave Alert: ગુજરાતમાં 46 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યો પારો, આ રાજ્યોમાં હિટ વેવ

13 May, 2022 04:30 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી સેલ્સિયસ પર પારો પહોંચ્યો છે. યૂપી-બિહાર, હરિયાણા જેવા રાજ્યોમાં તાપમાન સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, ગરમી અને હીટવેવથી ટૂંક સમયમાં જ રાહત મળવાની શક્યતા નથી.

પ્રતીકાત્મક તસવીર

દેશના અનેક રાજ્યો હાલ ભીષણ ગરમીમાં સંપડાયા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઘણાં દિવસો સુધી ભીષણ ગરમીમાંથી રાહત મળ્યા પછી ફરી એકવાર હવામાન બદલાવા માંડ્યું છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં શુક્રવારથી હિટવેવનું અનુમાન છે. ગુજરાતના સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી સેલ્સિયસ પર પારો પહોંચ્યો છે. યૂપી-બિહાર, હરિયાણા જેવા રાજ્યોમાં તાપમાન સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, ગરમી અને હીટવેવથી ટૂંક સમયમાં જ રાહત મળવાની શક્યતા નથી.

ગુજરાતના સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો પારો
ગુજરાતમાં ભીષણ ગરમી લાગી રહી છે. હવામાન વિબાગ પ્રમાણે સુરેન્દ્રનગરમાં ગુરુવારે સર્વાધિક ઉચ્ચતમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, એક દિવસ પહેલા પણ અહીંનું તાપમાન એટલું જ નોંધવામાં આવ્યું હતું. વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં શુક્રવારે પણ સ્થિતિ એવી જ જળવાઈ રહેશે અને લૂ વાશે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મેહસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ દિલ્લાને ગરમીથી કોઈ રાહત મળવાની આશા નથી.

આ રાજ્યોમાં પણ હીટવેવનો રહેશે કહેર
દિલ્હીમાં આઇએમડી પ્રમાણે શુક્રવારથી હવામાન બદલાશે, જ્યારે અધિકતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. દિલ્હીમાં શુક્રવારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને અધિકતમ તાપમાન 44 ડિગ્રી સુધી જશે. દિલ્હી સિવાય પણ અનેક રાજ્યોમાં હીટવેવનો કહેર વરસવાનો છે. રાજસ્થાનમાં 12 મેથી 14 મે સુધી હીટ વેવ રહેશે. આ સિવાય, મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં 11મેથી હીટવેવ પડવા લાગી છે, જે 15 મે સુધી ચાલુ રહેશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 14 અને 15 મેના હીટવેવ કહેર વરસાવશે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદ, ભોપાળ, ચંડીગઢ, જયપુર, લખનઉ અને ગાઝિયાબાદમાં આજે તાપમાન 40 ડિગ્રીની પાર રેકૉર્ડ કરવામાં આવી શકે છે. રાજસ્થાનના જયપુરમાં આજે લઘુતમ તાપમાન 45 ડિગ્રી રહી શકે છે. તો મધ્ય પ્રદેશના ભોપાળમાં લઘુતમ તાપમાન 26 ડિગ્રી અને અધિકતમ તાપમાન 43 ડિગ્રી હોઈ શકે છે.

રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 48 પાર
હવામાન વિભાગ પ્રમાણે રાજસ્થાનમાં ગરમીનો કહેર જળવાયેલો છે. ગુરુવારે બાડમેરમાં અધિકતમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ પાર કરી ગયું છે. આમાં અધિકતમ તાપમાન 48.1 ડિગ્રી સાથે બાડમેર સૌથી ગરમ જિલ્લો રહ્યો, ત્યાર બાદ ગંગાનગર (47.3), બીકાનેર અને જેસલમેર (47.2). ચુરૂ (46.9), કોટા (46.7), ખરગોન (46.4), રાજગઢ અને જોધપુર (46) ખૂબ જ ગરમ શહેર નોંધવામાં આવ્યો. જો કે, હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ બારતમાં અધિકતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની શક્યતા નથી અને તેના પછી પારો 2-3 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી શકે છે.

સમય પહેલા આવી શકે છે મૉનસૂન
બીજી તરફ, દેશમાં આ વર્ષે દક્ષિણ પશ્ચિમી મૉનસૂન સમય પહેલા આવી શકે છે અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહમાં પહેલો મોસમી વરસાદ 15મેના થવાની શક્યતા જણાવવામાં આવી રહી છે. હવામાન વિજ્ઞાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મૉનસૂનના 15 મેની આસપાસ દક્ષિણી આંદામાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચવાની શક્યતા છે.

gujarat news Weather Update gujarat