ફરી અમદાવાદમાં ધરાશાયી થઈ પાણીની ટાંકી, 8 લોકો દટાયા

19 August, 2019 04:54 PM IST  | 

ફરી અમદાવાદમાં ધરાશાયી થઈ પાણીની ટાંકી, 8 લોકો દટાયા

ચોમાસાની સિઝનની સાથે જૂની ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. હાલમાં જ અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી, જેમાં કેટલાક લોકો દબાયા હતા ત્યારે હાલ નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયીનો સ્લેબ ધરાશાયી થઈ છે. પાણીની ટાંકીની ધરાશાયી થતા બિલ્ડીંગ નીચે 8 લોકો કાટમાળમાં દટાયા હતા. મળતી માહિતી અનુસાર, એસ. પી રિંગ રોડ પાસે આવેલા નિકોલના ભોજલધામ પાસે પાણીની ટાંકીનો સ્લેબ થયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પાણી ટાંકી બનાવી રહ્યું હતું. પાણીની ટાંકી ધરાશાયી થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પાણીની ટાંકી ધરાશાયી થતા શરૂઆતમાં એવી અફવા ચાલી હતી કે ઇમારત ધરાશાયી થતાં 30થી વધુ લોકો દટાયા હતા.

અમદાવાદ ફાયર ચીફ ઓફિસર એમ.એફ. દસ્તુરે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાટમાળમાં દટાયેલા 6 લોકોને બચાવ કરવામાં આવ્યા હતા. બે લોકો હજી કાટમાળમા દટાયા હતા. ફાયર બ્રિગેટના 30 જેટલા જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે સવારે બપોર બાદ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સ્લેબ ધરાશાયી થઇ હતી

gujarat gujarati mid-day