ગુજરાત: જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન

28 February, 2021 11:45 AM IST  |  Ahmedaabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત: જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં આજે ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તેમ જ અન્ય સ્થાનિક સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે.

ગુજરાતમાં યોજાનારી જિલ્લા – તાલુકા પંચાયતો તેમ જ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ૩૬,૦૦૮ મતદાન મથકો પર મતદારો મતદાન કરશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ ૩,૦૪,૧૯,૧૦૨ મતદારો છે. આ મતદારો માટે કુલ ૭૭,૭૭૦ ઇવીએમનો ઉપયોગ થશે. કુલ ૨,૨૨,૨૫૪ પોલિંગ સ્ટાફની દેખરેખમાં આ ચૂંટણી યોજાશે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો તેમ જ ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તેમ જ ૩ તાલુકા પંચાયતની અને ૧૩ નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં કુલ ૨૨,૨૧૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે.

gujarat ahmedabad