લવ જિહાદના મુદ્દે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક લાવશે

02 March, 2021 10:43 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

લવ જિહાદના મુદ્દે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક લાવશે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગઈ કાલથી પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત સરકાર આ સત્રમાં લવ જિહાદના મુદ્દે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક લાવશે.

લવ જિહાદના મુદ્દે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક લાવવાની જાહેરાત ગઈ કાલે વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરીને કહ્યું હતું કે ‘લવ જિહાદના શેતાનને નાથવા અનેક રાજ્ય સરકાર કાયદો લાવી છે કે લાવી રહી છે. સત્ર દરમ્યાન લવ જિહાદના નામે હિન્દુ નામ ધારણ કરી દીકરીઓ અને બહેનોને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનના ઇરાદાથી કરાતાં આંતર ધર્મિય લગ્નો કે બળજબરીથી કરાતાં લગ્નો અટકાવવા સખત સજાની જોગવાઈ કરતો કાયદો રાજ્ય સરકાર લાવનાર છે. આ માટે ધર્મ સ્વતંત્રતાના કાયદામાં સુધારો કરીને લવ જિહાદની વધતી જતી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કાયદામાં કડક જોગવાઈઓ સામેલ કરવામાં આવશે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘લવ જિહાદની કોઈ પણ પ્રક્રિયા ગુજરાત સરકાર ચલાવી લેવા માગતી નથી. આજે થતું આ ધર્માંતર આવતી કાલે અનેક પ્રશ્નો ઊભા કરીને અનેક મહિલાઓના થતા આ શોષણ સામે કડકમાં કડક કાયદો લાવવાનો નિર્ધાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે.’

gujarat ahmedabad