વાયુ વાવાઝોડાની અસર: તીથલનો દરિયો ગાંડોતુર બન્યો

13 June, 2019 08:54 AM IST  |  વલસાડ

વાયુ વાવાઝોડાની અસર: તીથલનો દરિયો ગાંડોતુર બન્યો

તીથલનો દરિયો ગાંડોતુર બન્યો

‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એ પહેલાં જ એની અસર કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. વલસાડના તીથલના દરિયાકાંઠે વાયુની અસરના ભાગરૂપે મોટાં મોજાં ઊછળી રહ્યાં હતાં. બુધવારે સવારે દરિયામાં તોતિંગ મોજાં ઊછળી રહ્યાં હતાં. દરિયો તોફાની બનતાં લોકોને કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે.

બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટને પગલે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયાકિનારાનાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કાંઠાનાં ગામોમાં પોલીસે પૅટ્રોલિંગ શરૂ કરી દીધું છે. જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરવાની પણ તંત્રે તૈયારી રાખી છે. આ માટે ટીમને તૈયાર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : વાયુ સાઇક્લોનને લીધે મુંબઈથી સુરતનું ટ્રાવેલિંગ પણ ન કરો : ગુજરાત સરકાર

વાયુ વાવાઝોડાને પગલે દરિયો તોફાની બનતાં કાંઠે ચેતવણીનાં બૅનર્સ લગાવવામાં આવ્યાં છે. લોકો તેમ જ સહેલાણીઓને દરિયો તોફાની હોવાથી કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

gujarat