વાયુ સાઇક્લોનને લીધે મુંબઈથી સુરતનું ટ્રાવેલિંગ પણ ન કરો : ગુજરાત સરકાર

Published: Jun 13, 2019, 08:39 IST | રાજકોટ

વાયુ સાઇક્લોનને કારણે ગુજરાત આખું અત્યારે ભારે ચિંતામાં છે ત્યારે બધા એવું ધારે છે કે આ સાઇક્લોનની અસર માત્ર સૌરાષ્ટ્રમાં જ દેખાશે, પણ આ માન્યતા ભૂલભરેલી છે.

ટ્રેન
ટ્રેન

વાયુ સાઇક્લોનને કારણે ગુજરાત આખું અત્યારે ભારે ચિંતામાં છે ત્યારે બધા એવું ધારે છે કે આ સાઇક્લોનની અસર માત્ર સૌરાષ્ટ્રમાં જ દેખાશે, પણ આ માન્યતા ભૂલભરેલી છે. ગુજરાત સરકારના સિનિયર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું, ‘સાઇક્લોનની તીવ્ર અસર એના અસરગ્રસ્ત વિસ્તારમાં દેખાશે, પણ ભારેથી અતિભારે વરસાદ આખા ગુજરાતમાં જોવા મળશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે પવન ફૂંકાય એવી પણ શક્યતા છે. આવા સમયે વગર કારણનું હાઇવેનું ટ્રાવેલિંગ પણ ટાળવું.’

માત્ર ગુજરાતના ઇન્ટરનલ હાઇવે પરના જ ટ્રાવેલિંગની વાત અહીં નથી થતી. ભૂપેન્દ્રસિંહે સ્પષ્ટતા સાથે કહ્યું હતું, ‘‌દક્ષ‌િણ ગુજરાતના દરિયાકાંઠે પણ વાયુની અસર દેખાય એવી પૂરતી શક્યતા છે. સાઇક્લોનના કારણે અત્યારે વાતાવરણ પણ બદલાઈ ગયું છે. વરસાદના કારણે કોઈ પણ સંજોગોમાં ટ્રેનથી માંડીને ટ્રાન્સપોર્ટેશન બંધ કરવામાં આવે એવી શક્યતા છે તો હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ શકે છે. આવા સમયે મુંબઈથી સુરતનું ટ્રાવેલિંગ ટાળી દેવું.’

આ પણ વાંચો : Vayu Cyclone: NDRFની બાવન ટીમ રાહત અને બચાવકાર્ય માટે ગુજરાતમાં તહેનાત

વાયુના કારણે સૌરાષ્ટ્ર-કચ્છની પ૯ જેટલી ટ્રેન કૅન્સલ કરવામાં આવી છે તો સ્ટેટ ટ્રાન્સપોર્ટે ૧૪૨ બસ રદ કરી છે. આ ઉપરાંત કંડલા, પોરબંદર, અમરેલી જેવાં શહેરોને જોડતી ૧૪ ફ્લાઇટ પણ કૅન્સલ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK