કરોડોની લોન લઈ ઉઠમણું કરતાં કેમરૉક ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅનની ધરપકડ

23 August, 2019 10:32 AM IST  |  વડોદરા

કરોડોની લોન લઈ ઉઠમણું કરતાં કેમરૉક ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅનની ધરપકડ

કેમરૉક ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅનની ધરપકડ

વડોદરાની કેમરૉક ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ એક્સપોર્ટના ચૅરમૅન કલ્પેશ પટેલની વધુ એક બૅન્ક લોન ભરપાઈ નહીં કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે કલ્પેશ પટેલની ફરી ધરપકડ કરી હતી. અલાહાબાદ બૅન્કમાંથી ૪૪૩ કરોડ રૂપિયાની લોન લઈ ઉઠમણું કરવાના કેસમાં કલ્પેશ પટેલની ધરપકડ કરાઈ છે.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

 દસ બૅન્કો સાથે ૧૬૫૬ કરોડનું કૌભાંડ આચરવાના પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલા વડોદરાની કેમરૉક ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ એક્સપોર્ટ્સ લિમ‌િટેડના એક સમયના ચૅરમૅન કલ્પેશ પટેલ ફરીથી વિવાદમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની જ ટ્રસ્ટ ફીન સ્ટૉકમાંથી ૧૮ ટકા વ્યાજે ૨૦૧૨માં ૮.૫૦ કરોડની લોન લીધી હતી. એની બાકી નીકળતી ૨.૫૦ કરોડની રકમ તથા વ્યાજ મળી ૪.૯૯ કરોડના મામલે ફરિયાદ પોલીસ મથકમાં થતાં પોલીસે કલ્પેશ પટેલની બુધવારે ધરપકડ કરી હતી.

gujarat vadodara