ગુજરાત: સાબરકાંઠા, પાટણ સહિત ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ

19 May, 2020 12:09 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાત: સાબરકાંઠા, પાટણ સહિત ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના વાઇરસના કેર વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હોટસ્પોટ અમદાવાદના વાતાવરણમાં આજે સવારે જોરદાર પલટો જોવા મળ્યો હતો. શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણનો માહોલ બન્યો હતો. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો હતો, એટલું જ નહીં બોટાદ, પાટણ અને મહેસાણાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, ખેડામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે તાપી, વલસાડ, નર્મદા, અમરેલીમાં, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગરમાં વરસાદી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડીસા સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને સવારે ઝાપટાં સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

gujarat ahmedabad gandhinagar Gujarat Rains