સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટિકિટ બારીઓ થઈ બંધ, ઑનલાઈન બુકિંગ થયું ફરજિયાત

04 September, 2019 04:16 PM IST  |  Ahmedabad

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટિકિટ બારીઓ થઈ બંધ, ઑનલાઈન બુકિંગ થયું ફરજિયાત

Ahmedabad : હવે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે આવતા પર્યટકોને ઑનલાઈન ટિકિટ લેવા માટે અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ પહેલા સુધી તેના માટે 50 ટકા ટિકિટ બારીમાંથી સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. તંત્રએ તેની જાહેરાત કરી દીધી છે. આ પ્રકારની વ્યવસ્થાથી પર્યટકો પર અસર પડે છે. તેઓ પરેશાન થઈ રહ્યા છે. ટિકિટ બંધ કરવામાં આવી હોવાના કારણે તેમને નિરાશ થવાના સાથે કાંઈ જ જોયા વિના માત્ર કેટલાક ભાગોને જોઈને જ નિરાશ થઈને પાછા ફરવું પડે છે.


સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે આવતા પર્યટકોને આ નવી વ્યવસ્થાના કારણે ગેલેરી અને ડેમ જોઈને જ સંતોષ માનવો પડે છે. કારણ કે તેમને વ્યૂ ગેલેરીની ટિકિટ વિન્ડોથી ઉપલબ્ધ જ નથી કરાવવામાં આવતી.


આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ

ટિકિટ કોટામાં વૃદ્ધીની પર્યટકોની માંગ
હવે પર્યટકો ઑનલાઈન બુકિંગ કરાવીને અહીં આવવા લાગ્યા છે. હવે શનિવારે અને રવિવારે પર્યટકોને વ્યૂ ગેલેરી માટે વિન્ડો પરથી 380 રૂપિયાની ટિકિટ નથી મળતી. પર્યટકોની માંગ છે કે ટિકિટ કોટામાં વૃદ્ધિ કરીને તેની પૂર્તિ કરવામાં આવે, જેથી તેમને નિરાશ ન થવું પડે.

statue of unity gujarat ahmedabad