ચાલુ વર્ષે શિયાળો ગરમ રહેશે, ૧ ડિગ્રી તાપમાન ઊંચું રહેશેઃ હવામાન વિભાગ

02 December, 2019 09:18 AM IST  |  Gandhinagar

ચાલુ વર્ષે શિયાળો ગરમ રહેશે, ૧ ડિગ્રી તાપમાન ઊંચું રહેશેઃ હવામાન વિભાગ

પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગના મતે ચાલુ વર્ષે ખેડૂતોને શિયાળામાં પણ રડવાનો વારો આવ્યો છે. ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને માર પડ્યા પછી હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાલ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે. કમોસમી વરસાદના કારણે હવે શિયાળામાં રવી પાકને લઈને પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શિયાળાની સીઝનને લઈ ભારતીય મોસમ વિભાગનું પૂર્વાનુમાન કર્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયાનું ૯.૯ ડિગ્રી હતું, જ્યારે ગઈ કાલે એ જ સ્થળે તાપમાન ૧૦.૫ ડિગ્રીએ પહોંચ્યું છે.

આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

હવામાન વિભાગે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે શિયાળો ગરમ રહેશે. શિયાળો ગરમ રહેવાના કારણે કોલ્ડવેવ ફ્રીક્વન્સી ઘટશે. રાજ્યમાં સામાન્ય તાપમાન કરતા ૧ ડિગ્રી તાપમાન ઊંચું રહેશે. ઠંડી રહેશે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટશે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાની સાથે ઉત્તરના પવનો આવતા હોય છે, પરંતુ આ વખતે દર વખતે હોય એવા શિયાળાનો અનુભવ થતો નથી.

gujarat gandhinagar