48 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી ઘટશેઃ નલિયા 8.8 ડિગ્રી સાથે ઠંડું

23 January, 2020 11:19 AM IST  |  Ahmedabad

48 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી ઘટશેઃ નલિયા 8.8 ડિગ્રી સાથે ઠંડું

કોલ્ડ વેવ

ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે દેશમાં વધી રહેલી ઠંડીની અસર વચ્ચે રાજ્યમાં પણ ઠંડી વધી રહી છે. બે દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ શહેરનાં લઘુતમ તાપમાનમાં ૧થી ૩ ડિગ્રી જેટલો વધારો થયો છે. વહેલી પરોઢે પવનની ગતિ સામાન્ય કરતાં વિશેષ રહેતાં ઠંડા અને સૂકા પવન ફૂંકાયા હતા, જેના કારણે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે.

અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૧.૯ ડિગ્રીએ પહોંચી જતાં દિવસ દરમિયાન શહેરી જનોને ઠંડીમાં રાહત મળી હતી. આજે વહેલી સવારે પણ શહેરના લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળતાં શહેરી જનોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે.

હવામાન વિભાગના મતે આગામી ૪૮ કલાક દરમિયાન સરેરાશ લઘુતમ તાપસ ૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું પ્રભુત્વ તબક્કાવાર ઘટવા લાગશે. હવામાન વિભાગના મતે આગામી ૨૪ કલાક દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી, પરંતુ આગામી ૪૮ કલાકમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે, જેને કારણે ઠંડીનો હજી એક રાઉન્ડ શરૂ થશે. ગુરુવાર અને શુક્રવારે ૧૩ ડિગ્રી, જ્યારે શનિવારે ૧ ડિગ્રી વધીને ૧૪ ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહે એવી શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન ૨૭થી ૨૯ ડિગ્રી વચ્ચે રહેશે.

gujarat ahmedabad